________________ પ્રભાવક ચરિત્ર મૂલ ગ્રન્થ સં. 1965 માં નિર્ણયસાગર પ્રેસમાં છપાયે ન હતો, પણ તે પુસ્તક એટલું બધું અશુધ્ધ રહી ગયું હતું ઉપસંહાર, કે સાધારણ વાંચનારને માટે તે લગભગ નિરૂપયેગી જેવું ન હતું અને હજારે અશુદ્ધિઓથી ભરપૂર આ પુસ્તકને આધારે આનું ભાષાન્તર કરવું તે તેથીયે વધારે મુશ્કેલ હતું, આથી આના ભાષાન્તરમાં કેટલેક અંશે ખામી રહી ગઈ છે તે વાંચકે ધ્યાનમાં રાખશે અને જ્યાં ક્યાંઈ અર્થમાં ગડબડ જણાય અથવા જૈન શૈલીથી વિપરીત અર્થ જણાય તો તે અશુદ્ધ પુસ્તકનું પરિણામ જાણી ક્ષન્તવ્ય ગણશે અને સુધારીને વાંચશે એવી આશા છે. અમે એ ઘણું મહેનતે મૂલ પુસ્તકને ઘણે અંશે સુધારી લીધું છે અને તે સુધારેલ મૂલ પુસ્તકના આધારે જ “પ્રબન્ધપર્યાલોચના” ના શીર્ષક નીચે દરેક પ્રબન્ધની સંક્ષિપ્ત સમાલોચના લખી છે, જેમાં કેટલાક પ્રબન્ધને સંક્ષિપ્ત કથાસાર અને સમાલોચના બંને લખ્યાં છે અને કેટલાકના ખાસ મુદ્દાઓ ઉપર આલોચના માત્ર લખી છે. સમય અને સાધનની કમીના કારણે પ્રબળે ઉપર જેટલું ઐતિહાસિક અવલોકન લખી શકાય તેટલું લખ્યું નથી છતાં જે કંઈ “પ્રબન્ધપર્યાલચન” માં લખ્યું છે તેથી ઇતિહાસ રસિક સંતુષ્ટ થશે એવી આશા છે. A વાચકગણુને પ્રાર્થના છે કે તેઓ પુસ્તક વાંચે તે પહેલાં આ “પ્રબન્ધપર્યાલચન” વાંચી લે. આ ઉપરથી તેમને પ્રબન્ધની ખાસ ખાસ ઘટનાઓ સંબન્ધી ઐતિહાસિક તથ્યની સાથે ભાષાન્તરગત કેટલીક અસ્પષ્ટ વાતને પણ ખુલાસો મળી રહેશે. મુક કવાડા (મારવાડ) છે તા. 14-8-31 મુનિ કલ્યાણવિજ્ય P.P. Ac. Gunratnasuri M.S. * Jun Gun Aaradhak Trust