________________ 13 આ પટ્ટાવલી પ્રમાણે પ્રસ્તુત ગ્રન્થકાર આચાર્ય પ્રભાચન્દ્ર ચન્દ્રગચ્છ અથવા ચન્દ્રકુલના રાજગચ્છની પરમ્પરાના આચાર્ય હતા; પ્રસિદ્ધ વાદમહાર્ણવ ગ્રન્થકાર આચાર્ય અભયદેવસૂરિ એમના આઠમા પટ્ટગુરૂ થતા હતા. ગ્રન્થકારે પ્રત્યેક પ્રબન્ધની સમાપ્તિમાં ચન્દ્રપ્રભસૂરિને ગુરૂ તરીકે, પ્રદ્યુમ્ન સૂરિનો ગ્રન્થશેધક તરીકે અને પિતાને ગ્રન્થકાર તરીકે નામેલ્લેખ કર્યો છે અને સાથે જ પિતાને “રામ અને લક્ષ્મીના પુત્ર બતાવીને પિતાના માતપિતાના નામે પણ સુચવી દીધાં છે. આચાર્ય પ્રભાચન્દ્ર પિતે ચન્દ્રપ્રભસૂરિના શિષ્ય હતા છતાં એમને પ્રદ્યુમ્નસૂરિ ઉપર અનન્યતુલ્ય શ્રધ્ધા હતી, એના પરિણામે એમણે પ્રથમ, તૃતીય પંચમાદિ દરેક એકાન્તરિત પ્રબન્ધના અન્તમાં પ્રદ્યુમ્નસૂરિની પ્રશંસામાં એક એક ખાસ પદ્ય લખ્યું છે અને તેમાં ક્યાંઈ તીર્થોરૂપે, ક્યાંઈ કલ્પવૃક્ષરૂપે, કયાંઈ લૌકિક દેવરૂપે કયાંઈ વાણી સુધારક તરીકે, ક્યાંઈ કાવ્ય વિષયક અર્થદાતા તરીકે પ્રદ્યુમ્નસૂરિની સ્તુતિ કરી છે, અને એક ઠેકાણે તે પિતાને તેમના શિષ્ય તરીકે ઉલ્લેખ કર્યો છે. આથી સમજાય છે કે પ્રદ્યુમ્નસૂરિએ પ્રસ્તુત ગ્રન્થનું સંશાધન માત્ર જ નહિ કર્યું હોય, પણ પ્રભાચને સાહિત્યને અભ્યાસ કરાવીને કવિ બનાવનાર પણ પ્રદ્યુમ્નસૂરિ જ હોય તેમ લાગે છે, અને એજ સબબથી પ્રભાચન્દ્ર પિતાને તેમના શિષ્ય તરીકે ઉલ્લેખ્યા હશે. ગ્રન્થકારે પિતાને પ્રસ્તુત ગ્રન્થમાં જે પરિચય આપે છે તેનો સાર ઉપર પ્રમાણે છે, એથી વધારે આપણે એમના સબન્ધમાં જાણતા નથી, અને પ્રભાવક ચરિત્ર ઉપરાન્ત બીજે પણ કોઈ ગ્રન્થ પ્રસ્તુત ગ્રન્થકારે બનાવ્યું હશે કે કેમ? તે કહી શકાય તેમ નથી; કેમકે પ્રસ્તુત ગ્રન્થ અને એમાં આપેલા પરિચય સિવાય પ્રભાચન્દ્રના સંબન્ધમાં વિશેષ હકીકત અમારા જેવા કે જાણવામાં આવી નથી, પણ પ્રસ્તુત ગ્રન્થની લેખનશૈલી અને કેટલાક શબ્દ પ્રયોગો ઉપરથી જણાય છે કે “પ્રભાવક ચરિત્ર એ પ્રભાચન્દ્રસૂરિની જુવાન અવરથાની કૃતિ છે અને આ કૃતિ એમને યોગ્ય ગ્રન્થકાર અને કવિ તરીકે પૂરવાર કરી આપે છે, તેથી આપણે એમની બીજી કૃતિની પણ આશા તે રાખીયે જ. જે આ ગ્રન્થકારે લાંબી ઉંમર ભેગવી હશે તો એ ઉપરાન્ત બીજા પણ કેટલાક ગ્રન્થ બનાવ્યા જ હશે, પણ એમને બીજે કઈ પણ ગ્રન્થ દષ્ટિગોચર ન થવાથી એ વિષયમાં કંઈ પણ નિશ્ચિત કહી શકાય તેમ નથી. પ્રસ્તુત ગ્રન્થ રચાઈને વિક્રમ સંવત્ 1334 ના ચિત્રશુદિ 7 શુક્રવાર અને પુનર્વસુ નક્ષત્રમાં સંપૂર્ણ થયો હતો, એમ ગ્રન્થના અન્તમાં કર્તાએ જ જણાવ્યું છે એટલે એ વિષયમાં ઉહાપોહ કરવાની જરૂરત નથી. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust