________________ 12 સદીથી ગુજરાતમાં જૈનોનો ફેલાવો થવા માંડયો હતો અને બારમી તેરમી સદી સુધીમાં ગૂર્જરભૂમિ જૈનધર્મનું મુખ્ય રથલ બન્યું હતું. આ પ્રકારના અનુમાનને પણ આ પ્રબળે ઉપરથી પુષ્ટિ મળે છે. ગ્રન્થકાર અને હવે આપણે પ્રસ્તુત ગ્રન્થ પ્રભાવક ચરિત્રના કર્તા આચાર્ય ગ્રન્ટચનાને પ્રભાચન્દ્રસૂરિ અને એમના આ ગ્રન્થના નિર્માણ સમયને સમય, વિચાર કરીયે. પ્રભાચન્દ્રસૂરિએ પ્રસ્તુત ગ્રન્થના અન્તમાં લખેલી વિસ્તૃત પ્રશસ્તિ ઉપરથી જણાય છે કે તેઓ ચન્દ્રકુલમાંથી પ્રકટેલ રાજગચ્છના આચાર્ય ચન્દ્રપ્રભસૂરિના શિષ્ય હતા. પ્રભાચન્દ્રના કહેવા પ્રમાણે પ્રદ્યુમ્નસૂરિની પાસે ત્રિભુવનગિરિના સ્વામી કઈમ” રાજાએ દીક્ષા લીધી અને તે ધનેશ્વરસૂરિ નામના આચાર્ય ગ૭પતિ થયા ત્યારથી ચન્દ્રગચ્છ એ “રાજગ૭ના નામથી પ્રસિદ્ધ થયો. પ્રભાચન્દ્ર એ પ્રશસ્તિમાં પિતાની એક ગુર્વાવલી આપેલી છે જેમાં પ્રદ્યુમ્નસૂરિથી માંને પિતા સુધીના 10 આચાર્યોને પરિચય કરાવ્યો છે, આપેલ પરિચય પ્રમાણે એમની વંશાવલી નીચે પ્રમાણે બને છે. ચન્દ્રગચ્છ (ચન્દ્રકલ) પ્રદ્યુમ્નસૂરિ અભયદેવસૂરિ ધનેશ્વરસૂરિ (એમનાથી રાજગચ્છ થયે) અજિતસિંહસૂરિ વદ્ધમાનસૂરિ શીલભદ્રસૂરિ શ્રીચન્દ્રસૂરિ ભરતેશ્વરસૂરિ ધર્મઘોષસૂરિ સર્વદેવસૂરિ પૂર્ણભદ્રસૂરિ જિનેશ્વરસૂરિ જિનદત્તસૂરિ પદ્યદેવસૂરિ ચન્દ્રપ્રભસૂરિ પ્રભાચન્દ્રસૂરિ (પ્રસ્તુત ગ્રન્થકાર ) P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust