________________ પ્રબન્ધકારે પિતાની માન્યતા પ્રમાણે પ્રત્યેક પ્રબન્ધ કાલાનુપૂર્વીથી રાખે છે; છતાં આમાં સર્વત્ર કાલક્રમ જળવાયો નથી. દાખલા પ્રબન્ધન તરીકે આમાં કાલક પ્રબન્ધ 4 થે રાખે છે, પણ કાલક્રમ અનુકમ, પ્રમાણે આ પ્રબન્ધ 2 જા અથવા 3 જા નંબરમાં મૂકો. જોઈતો હતો. હરિભદ્રને પ્રબન્ધ 9 માં નંબરમાં મૂક્યો છે અને મલવાદિને 10 મામાં, પણ જોઈયે એથી વિપરીત, કારણ કે હરિભદ્રસૂરિ કરતાં મāવાદી પ્રાચીન હતા. 11-12 અને 13 નંબરના બપભદિ, માનતુંગ અને માનદેવના પ્રબ અનુક્રમે 13-12 અને 11 મા નંબરે જોઈતા હતા, કેમકે કાલકમથી પ્રથમ માનદેવ પછી માનતુંગ અને તે પછી બપ્પભક્ટિ થઈ ગયા છે. શાન્તિસૂરિ, મહેન્દ્રસૂરિ અને સૂરાચાર્ય આ ત્રણે આચાર્યો સમાન કાલીન હતા; છતાં આમાં મહેન્દ્રસૂરિ કંઈક વૃદ્ધ છે અને તેથી આ ત્રણમાં એમને નંબર પ્રથમ રાખ્યો હોત તે વધારે ગ્ય ગણાત, બાકીના પ્રબન્ધને કેમ લગભગ કાલાનુક્રમ પ્રમાણે જ છે. પ્રબન્ધ નાયકેના કાર્યક્ષેત્રને વિચાર કરીએ તો 1 વા, 2 આર્ય રક્ષિત અને આર્યનન્તિલનું મુખ્ય કાર્યક્ષેત્ર માલવદેશ હતું. 4 કાલકસૂરિ અને 5 પાદલિપ્તસૂરિને મગધ દેશ, માલવ અને પ્રતિષ્ઠાનનગર (આ%) 6 વિજયસિંહસૂરિનું ભરૂચ (ગુજરાત) 7 જીવસૂરિનું વાયડ (ગુજરાત) 8 વૃદ્ધવાદિ અને સિદ્ધસેનનું ઉજજયનિ (માલ) ભરૂચ (ગુજરાત) અને કર્માનગર (ગૈડદેશ) વિગેરે 9 હરિભદ્રસૂરિનું ચિત્તોડ (માલો) 10 મલ્લવાદિનું ભરૂચ અને વલ્લભી (ગુજરાત) 11 બપ્પભટ્ટિનું કનોજ અને વાલિયર (મધ્યદેશ) 12 માનતુંગસૂરિનું બનારસ અથવા કને જ 13 માનદેવસૂરિનું નાડોલ (મારવાડ) 14 સિદ્ધર્ષિનું ભિન્નમાલ (તે વખતા ભૂગલ પ્રમાણે ગૂજરાત અને આજના પ્રમાણે મારવાડ) 15 વીરગણિનું ભિન્નમાલ, થરાદ, થરા અને પાટણ (ગુજરાત) 16 શાન્તિસૂરિનું થરાદ, પાટણ, (ગુજરાત) અને ધારાનગરી 17 મહેન્દ્રસૂરિનું ધારાનગરી (માલ) 18 સૂરાચાર્યનું પાટણ અને ધારા, 19 અભયદેવનું પાટણ, ધોલકા, થાંભણી, પત્યપદ્ર, 20 વીરસૂરિનું, 21 દેવસૂરિનું અને 22 હેમચન્દ્રસૂરિનું મુખ્ય કાર્યક્ષેત્ર પાટણ (ગુજરાત) હતું પ્રબન્ધ નાયકના આ કાર્યક્ષેત્રના વિવેચન ઉપરથી આપણે ઈતિહાસના એક મહત્વપૂર્ણ પ્રકરણને સ્ફોટ કરી શકીએ છીએ. મહાવીરના શાસનને અસ્પૃદય પૂર્વદેશમાં થઈ તેને પ્રકાશ અનુક્રમે ઉત્તરભારત મધ્યભારત અને પશ્ચિમભારતમાં થઈને હૂણાના સમયમાં દક્ષિણ તરફ વલ્યો અને રાજપૂતાના તથા ગુજરાતમાં ફેલાણો, આવી જે ઇતિહાસ અન્વેષકોની માન્યતા છે તેને આ પ્રબન્ધ નાયકના પ્રાદેશિક કાર્યક્ષેત્ર વિષયક ક્રમથી ટેકે મળે છે. વિક્રમની પાંચમી P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust