________________ ( 108) શ્રી પ્રભાવક ચરિત્ર. આ ઉગ્ર ફળ અત્યારે અવશ્ય આપણને ઉપસ્થિત થયું; કારણ કે ભવિતવ્યતા કદિ ટળી ન શકે. એટલે હવે તો જન્મને કલંકિત કરવા અથવા તે મરણું પામવાને અવસર આવ્યો છે પરંતુ હવે ગમે તેમ થાય, પણ જિનબિંબના શિરે પગ સ્થાપીને નરકફળને તો આપણે ઉપાર્જન નજ કરીએ. આપણા પગ સડી જાય કે ભેદાઈ જાય તે ભલે, પણ જિનબિંબને તો એ લાગવાના નથી જ. એટલે હવે કઈ રીતે પણ અહીં મરણ ઉપસ્થિત થયું છે, તથાપિ સાહસ ધારણ કરી રહેવું, વળી આપણી એવી દઢ પ્રતિજ્ઞા છે કે કાર્ય ઉપસ્થિત થતાં પ્રતિકાર કરે જ.” એમ વિચારી હાથમાં ખડી લઈને સરવશાળી એવા તેમણે જિનબિંબના હદયપર ઉપવીત (જનોઈ) નું ચિન્હ કર્યું અને પછી તેના શિરપર પગ મૂકીને તે ચાલ્યા ગયા. પણ એ કામમાં લક્ષ્ય રાખતા કેટલાક બૌદ્ધોએ તેમને ઓળખી (જાણું) લીધા. એટલે ભારે કુશળ એવા તે ક્રોધના વિશે રક્ત લેચનથી તેમને જેવા લાગ્યા. ત્યારે બૌદ્ધાચા પુનઃ કહ્યું કે–અહો! બૌદ્ધમતના દ્વેષીઓની હવે હું * બીજી પરિક્ષા કરીશ. માટે તમે બધા શાંત થઈને બેસી રહો. કારણ કે અત્યારે એકદમ તેમની સામે વિરોધ કરવો ઉચિત નથી. વળી બુદ્ધિનિધાન પુરૂષ દેવના શિરે પગ ન જ મૂકે, તેથી એમણે ઉપવીતનું ચિન્હ કર્યું અને એ કાર્ય પાર પાડયું. એ તેમની દઢતાનું લક્ષણ છે. અન્ય કોઈ દઢમતિ મનુષ્ય પણ કર્મથી ભય પામતાં આવું કામ કદાપિ ન જ કરે. વળી પરનગરથી અહીં આવેલા વિદ્યાથીઓની મારે કદર્થના કરવી જ ન જોઈએ, તેમ કરવાથી મને ભારે અપયશ પ્રાપ્ત થાય. કુપરીક્ષાને લઈને પ્રતીકાર ન કરે.” એ પ્રમાણે આચાર્યનું વચન સાંભળતાં તથા ગુરૂએ અટકાવ્યાથી તે બેસી રહ્યા. પછી તે બંને શિષ્યોના સુવાના ઘર ઉપર રહેલા બૌદ્ધોમાંના એકને ગુરૂએ દરેક દિશામાં તપાસ રાખવાનું કામ સોંપ્યું. પછી દેવગુરૂનું શરણ લઈ પરમેષ્ઠીનું સ્મરણ કરતાં રાત્રે તે બંને સુતા, એટલે માથે આપત્તિ હોવાથી નિદ્રા લેવાને ન ઇચછતાં પણ અસુલભ એવી નિદ્રા તેમને આવી ગઈ. એવામાં તેમની ઉપરની ભૂમિ પરથી ગુરૂએ નાના ઘડાની શ્રેણિ નીચે છોડાવી. તેના ખડખડ અવાજથી વિરસા બોલતા તેમણે તરત શય્યાને ત્યાગ કર્યો. ત્યાં બીજા પણ કેટલાક શિષ્યો સુતા હતા, તે બધા એચિંતા સંભ્રમથી જાગી ઉઠ્યા અને પોતપોતાના કુળદેવતાનું નામ બોલવા લાગ્યા. તેમાં તે બંનેએ જિનનામનો ઉચ્ચાર કર્યો, એટલે ત્યાં એવો શબ્દ થયો કે–“ઠીક, આ બે જેનામતના લાગે છે.” ત્યારે મરણના ભયને લીધે સાહસથી એક ઉપાય તેમને હાથ લાગ્યો. ત્યાં નિરંતર કેટલાક આતપત્ર(છત્ર) પડેલા હતા, તેમાંથી બે છત્ર લઈને તેમણે પિતાના P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust