________________ શ્રી હરિભદ્રસૂરિ ચરિત્ર. (109 ) શરીરે બાંધ્યા અને ઉંચા મજલા પરથી જમીન પર પડતું મૂકયું, એટલે જાણે કેમળ શસ્યામાંથી ઉઠ્યા હોય, તેમ કુશાગ્રબુદ્ધિના પ્રભાવથી તે બંને કુશળપૂર્વક અક્ષત શરીરે ઉભા થયા, અને ઉતાવળે પગલે તરત તે નગરમાંથી બહાર નીકળી ગયા. બુદ્ધિબળના વશથી તે વખતે ત્વરિત ગમનના શ્રમની પણ તેમણે દરકાર ન કરી, કારણ કે સારી રીતે ચલાવેલ મતિ કોને સહાય કરતી નથી? એવામાં મારે મારો એમ બોલતા બદ્ધોના સુભટો તેમની પાછળ લાગ્યા. જ્યારે તે તેમની નજીકમાં આવી પહોંચ્યા, એટલે હંસ પોતાના કનિષ્ઠ બંધુને કહેવા લાગ્યો—હે ભદ્ર! તું સત્વર ગુરૂ પાસે જા અને પ્રણામ પૂર્વક મારૂં મિથ્યા દુષ્કૃત કહે, વળી તમે નિષેધ કર્યા છતાં અવિનયથી જે મેં અપરાધ કર્યો, તે ક્ષમા કરે, એમ બોલજે. તેમજ અહીં પાસેના નગરમાં સૂરપાલનામે રાજા કે જે શરણે આવેલાનું રક્ષણ કરે છે, અહીં નજીકમાં જ તેનું નગર નજરે દેખાય છે, માટે તેની પાસે સત્વર પહોંચી જા.” એમ કહી તેને સત્વર વિસર્જન કર્યા છતાં તે ક્ષણવાર ત્યાં ઉભો રહ્યો. એવામાં સહસ્રોધી (હજારોની સાથે યુદ્ધ કરનાર ) હંસ તો પોતાના શરીરની પણ મમતા મૂકી દઈને તે ધનુર્ધારીઓ સાથે યુદ્ધ કરવા લાગ્યા પણ તેમની પાસે બાણીનો જથ્થો સારો હોવાથી હંસનું શરીર ચાલણ જેવું થઈ ગયું, એટલે બાણોના પ્રહારોથી શત્રુઓએ તેને જમીન પર પાડી નાખ્યો અને તરત તે વંદ્ય રક્ત પ્રાણરહિત થઈ ગયે. તે જોતાં પરમહંસ મોહ પામે, છતાં કોઈ દયાળુ પુરૂષના સમજાવવાથી તેને મૂકીને ઉતાવળે પગલે ચાલીને તે સૂરપાલ રાજા પાસે પહોંચી ગયા. હંસ તેના શરણે આવ્યો કે તરત પાછળ લાગેલા હજારો શત્રુ સુભટો ત્યાં આવી પહોંચ્યા અને રાજાને કહેવા લાગ્યા કે–“હે રાજન ! અહીં આવેલ શત્રુ અમને સેંપી દે.” એટલે રાજાએ જણાવ્યું કે—મારા ભુજ પંજરમાંથી એને બલાત્કારે કેણ લઈ જાય તેમ છે? આતો ન્યાયી અને કળાવાનું છે, પરંતુ અન્યાયી હોય, તા પણ એ તમને ન સોપું.” ત્યારે બ્રાદ્ધ સુભટ કહેવા લાગ્યા કે–“અરે ! રાજન્ ! એક પરદેશી પુરૂષની ખાતર કોપાયમાન થયેલ અમારા સ્વામીના હાથે પોતાના ધન, સુવર્ણ રાજ્યાદિક શા માટે ગુમાવે છે ?" રાજાએ કહ્યું–મારા પૂર્વજો જે મહાન વ્રત આચરી ગયા છે, તે વ્રત આચરતાં મને મરણ મળે કે હું જીવતે રહું, તેની મને દરકાર નથી, પરંતુ શરણુગતના રક્ષણરૂપ વ્રતને તે હું કદિ મૂકનાર નથી. વળી અહીં એક બીજો ઉપાય બતાવું, કે આ પ્રમાણશાસ્ત્રમાં કુશળ અને બુદ્ધિમાન છે, તે વાદની રીતે એને પરાભવ કરી જય કે પરાજયમાં ઉચત લાગે, ત કરો.” એમ સાંભળતાં વચનમાં વિચક્ષણ એ તેમને અધિપતિ કહેવા લાગ્યો “ભલે, એ અમને ઈષ્ટ છે, પરંતુ એણે અમારા બુદ્ધદેવના શિરે પગ મૂકેલ છે, P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust