________________ ( 106), શ્રી પ્રભાવક ચરિત્ર. કરતો હોઉં, તેમ તમારા અપરિચયને લીધે મૂછિત રહ્યો, હવે ભાગ્યને ધીરજને ધારણ કરતાં શ્રતસાગરમાં મારૂં ચિત્ત લીન થવાથી તજેલ લક્ષમી અને પ્રિય જનના વિરહની વ્યથાથી હું વિમુક્ત થયેલ છું.” એમ સમજીને ગુરૂ મહારાજે, ધર્મશાસ્ત્રના અધ્યયનથી સર્વોપરી બનેલ તથા ધર્મોપદેશ આપવામાં કુશળ એવા હરિભદ્રમુનિને શુભ લગ્ન પિતાના પદે સ્થાપન કર્યા. એટલે પૂર્વે થયેલા પાદલિપ્તસૂરિ પ્રમુખની જેમ કળિકાળમાં યુગ પ્રધાનરૂપ એવા શ્રીહરિભદ્રસૂરિ પોતાના વિહારથી પૃથ્વીને પાવન કરવા લાગ્યા. એવામાં એક દિવસે સંબંધી જનેના કર્કશ વાક્યોથી વિરક્ત થયેલા, સેંકડે હથીયારોથી યુદ્ધ કરનારા છતાં અત્યારે ચિંતાગ્રસ્ત એવા પોતાની બહેનના બે કુમાર પુત્ર બાહ્યભૂમિએ તેમના જેવામાં આવ્યા. એટલે ગુરૂના ચરણ–યુગલને વંદન કરતાં તે કહેવા લાગ્યા કે—“ઘરથકી અમે વિરાગ પામ્યા છીએ.” ત્યારે ગુરૂ બાલ્યા–જે મારાપર તમે રાગ ધરાવતા હો, તો વિધિપૂર્વક વ્રત લઈ લ્યો. પછી તેમની ભાવના અને ગુરૂએ હંસ અને પરમહંસ ને દીક્ષા આપી, અને કુશ્રુતના પાઠમાં પણ શુદ્ધ બુદ્ધિ ધરનારા એવા તે બંને મુનિને તેમણે મુખ્ય ન્યાયશાસ્ત્રના અભ્યાસી બનાવ્યા. પછી એકદા નૈદ્ધના તર્કશાસ્ત્ર સંબંધી તત્ત્વને જાણવાની ઈચ્છાથી તેમણે ગુરૂના ચરણે વિનયપૂર્વક મસ્તક નમાવીને નમ્રતાથી વિનંતિ કરી કે –“હે ભગવન ! દુગમ્ય ઐાદ્ધના આગમ જાણવા માટે અમારે સતત ઉદ્યમ કરવાની ઈચ્છા છે, તે પોતાની બુદ્ધિની પરીક્ષા કરવા માટે અમને તેના નગરમાં જવાની અનુજ્ઞા આપ.” એટલે નિમિત્ત શાસ્ત્રના બળે હૃદયમાં ઉત્તર કાળ જાણવામાં આવતાં આચાર્ય મહારાજ કહેવા લાગ્યા કે - હું જોઈ શકું છું કે આ તમારૂં ત્યાં ગમન હિતકારક નહિ થાય, માટે તમે એ વિચાર માંડી વાળે. વળી હે વત્સ! તમે આજ દેશમાં કેઈ ગુણ આચાર્ય પાસે તે અભ્યાસ કરે. અહીં પણ કેટલાક આચાર્યો પર-આગમને જાણવામાં ભારે કુશળ છે, વળી ગુરૂને વિરહમાં નાખીને ક કુલીન શિષ્ય નિરુપદ્રવ માગે પણ ગમન કરે ? તો પછી દુર્નિમિત્ત જાણવામાં આવતાં તો તે કેમ ગમન કરે? માટે આ સોપદ્રવ કાર્યમાં અમે અનુમતિ આપતા નથી.” - ત્યારે હંસ નામે શિષ્ય હસીને કહેવા લાગ્યો-“આ આપનું વાત્સલ્ય યુક્ત છે, પણ આપની કૃપાથી અમારામાં તેવું સામર્થ્ય છે. બાલ્યાવસ્થામાં પરિપાલન કરતાં શું તમે અમારું બળ જાણી શક્યા નથી ? વળી સમર્થજનોને માર્ગમાં કે પરનગરમાં જતાં અપશુકને શું કરી શકવાના હતા? ચિરકાળથી જપેલ આપના નામરૂપ મંત્ર તે ઉપદ્રવથી સદા અમારું રક્ષણ કરનાર છે. મુશ્કેલીથી પ્રાપ્ત થાય તેવા દૂર દેશના શાસ્ત્રો મેળવવા માટે જવા અને આવવાથી કયો ગુણહીન કૃતજ્ઞતાની ક્ષતિ કરનાર અને માટે આ કામ તો કરવા લાયક જ છે. " P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust