________________ (14) શ્રી પ્રભાવક ચરિત્ર. એક વાસુદેવ અને ચકી, તે પછી કેશવ અને ચક્રવતી, ત્યારબાદ કેશવ અને બે ચક્રવતી, પછી કેશવ અને છેલા ચક્રવતી થયા.” એ પ્રમાણે ગાથા સાંભળતાં હરિભદ્ર પુરોહિત કહેવા લાગ્યો કે—હે અંબા! આ ચક ચક જેવું તમે બહુવાર બોલ્યા. છે ત્યારે સાધ્વીએ ચગ્ય ઉત્તર આપ્યો કે--હે પુત્રક ! સાંભળ, આ ભીના છાણથી લીધેલ જેવું નથી.” એમ તેમના મુખથી સદુત્તર સાંભળતાં તે ચમત્કાર પામીને કહેવા લાગ્યા કે “હે માતા ! તમે જે બેલ્યા. તેને અર્થ મને કહી સમજાવો. હું તમારા કથનને અર્થ સમજી સકતા નથી.” એટલે સાધ્વીએ જણાવ્યું -“જિનાગમોનો અભ્યાસ કરવાની અમને ગુરૂની અનુમતિ છે, પણ તેનું વિવેચન કરવાની આજ્ઞા નથી. માટે જે અર્થ જાણવાની તારી ઈચ્છા હોય તો અમારા ગુરૂ પાસે જા.” એ પ્રમાણે સાંભળીને પિતાના દર્પને દૂર કરતાં પુરોહિત ચિંતવવા લાગ્યો કે –“મહાપુરૂષોને પણ પ્રાપ્ય એવા આ શાસ્ત્રમાં મતિને ગતિ મળી શકે તેમ નથી. માટે આ સાધ્વી જેન ગૃહસ્થના મકાનના ઉપલા મજલા પર જાય છે, ત્યાં જૈન મુનિઓ એના ગુરૂ લાગે છે, તો તે પણ મારે વંદનીય છે. વળી હવે તો મારે સર્વ ત્યાગ કરવાનો વખત આવે, કારણ કે વચનની પ્રતિષ્ઠા (પ્રતિજ્ઞા) દુર્લંઘનીય છે,” એમ વિચાર કરતો તે પોતાના સ્થાને આવ્યો અને ત્યાં જાગરણ કરતાં તેણે રાત પૂરી કરી. હવે પ્રભાતે તેમાં જ એકતાન રહેલ પુરોહિત પ્રથમ ત્યાં જિનમંદિરમાં ગયા અને વિતરાગના પ્રતિબિંબને હદયમાં વસાવવા માટે બાહ્ય જિનબિંબને જોઈને પણ હર્ષ પૂર્વક તે સ્તુતિ કરવા લાગે-- છે ! “વપુર તવાવ, માવન! વીતરાગતામૃત - ન હિ વોટરશેડનૌ, તર્મવતિ શાસ્ત” | I “હે ભગવાન ! તમારી મૂર્તિજ વિતરાગપણને કહી બતાવે છે. કારણ કે કેટરમાં અગ્નિ હોવા છતાં વૃક્ષ લીલું કદાપિ ન હોઈ શકે.” પછી અભિમાનથી કદઈના પામેલ તે પિતાની પૂર્વ જીંદગીને નિરર્થક માનવા લાગ્યા. ત્યાં મંડપમાં બિરાજમાન જૈનાચાર્ય તેના જવામાં આવ્યા. એટલે હરિ (ઇંદ્ર) ની જેમ વિબુધે (પંડિત) ને વંદનીય તથા સમતાના નિધાન એવા સાધુએથી સેવાતા તે ગુરૂને જોતાં ભારે સંતુષ્ટ થયેલ તે પુરોહિતની કુવાસનાને અંત આવ્યો. ત્યાં ક્ષણવાર તે સ્તબ્ધ બની ગયા. એવામાં ગુરૂ વિચા P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust