________________ શ્રી હરિભદ્રસુરિચરિત્ર. ( 103 ) ધારણ કરતો હતો. વળી તેણે સુજ્ઞ જનોને દસ્તર એવી પ્રતિજ્ઞા કરી કે– આ પૃથ્વી પર જેનું વચન હું ન સમજી શકું, તેને હું શિષ્ય થાઉં.” આવા ગર્વથી કળિકાળમાં તે પોતાને સર્વજ્ઞ માનતા હતા. એકદા ઘણા પાઠકો અને બ્રહ્મચારીઓથી પરવરેલ હરિભદ્ર પુરોહિત સુખાસનમાં બેસીને માર્ગે જતો હતો, તેવામાં ગંડસ્થળ પર ભમરાઓથી વ્યાસ, મદજળના કર્દમથી પૃથ્વીને દુર્ગમ કરનાર, દુકાને અને મકાનને ભાંગવાથી લકોને ભારે શેકમાં આકુળવ્યાકુળ બનાવનાર, કુમરણના ભયથી ગભરાઈ ગયેલા અને ઉતાવળે ભાગતા દ્વિપદ તથા ચતુષ્પદથી માર્ગને શૂન્ય કરનાર, વ્યાકુળ થયેલા પશુ પક્ષીઓ ભયાનક કોલાહલથી ગૃહસ્થ જનને ભારે ખેદ પમાડનાર તથા પોતાના શિરને ત્વરિત ધુજાવવાથી સુભટો અને ઘોડેસ્વારોને કંપાવનાર એ એક ગજરાજ તેના જેવામાં આવ્યું. એટલે ઉંચા વૃક્ષના શિખરથી જેમ વાનર કુદે, તેમ સત્વર ત્યાંથી નીચે ઉતરી પુપે એકઠા કરીને તેણે સૂર્યનું પૂજન કર્યું અને પછી ચંચળ સ્વભાવને લીધે તે વિપ્ર એવી રીતે જિનમંદિરમાં પેઠે, કે દરવાજાની કમાન જેવા ઉચે દષ્ટિ કરતાં ભગવંત તેના જેવામાં આવ્યા. એટલે ઉત્તમ તત્ત્વાર્થને ન જાણનાર એવા તે વિપ્રે ભુવનગુરૂ પર પણ આક્ષેપ કરતાં ઉપહાસ વચન જણાવ્યું કે વપુર તવાવ ૫છું મિદાગમનની નહિ વોટરપંથેડ્ય તકમતિ શકતા ? એટલે–“તારૂં શરીરજ મિષ્ટાન્ન ભજનને સ્પષ્ટ કહી બતાવે છે. કારણ કે કેટર (પોલાણ) માં અગ્નિ હોવા છતાં વૃક્ષ લીલું કદિ ન રહે.” પછી માર્ગમાં ભમતા છોકરાઓને જોતાં હાથીને બીજે માગે, નિકળી ગયેલ સમજીને જગતમાં બધાને તૃણુ સમાન માનતો તે પુરોહિત પોતાના ઘરે આવ્યો. ત્યારબાદ એક બે દિવસ રહીને રાજભવનમાં મંત્ર વિધિ સમાપ્ત કરી અર્ધરાત્રે તે પિતાના ઘર ભણું આવતો હતો, તેવામાં વૃદ્ધ સ્ત્રીને મધુર સ્વર તેના સાંભળવામાં આવ્યો. એટલે તીવ્ર બુદ્ધિશાળી અને સ્થિર પ્રતિજ્ઞાવાળે તે ધ્વનિરહિત શાંત સમયે તે ગાથાને અવધારતાં વિચાર કરવા લાગ્યા. પણ કૃતના વિષમ અર્થથી કદર્શિત થયેલ તે ગાથાનો અર્થ કઈ રીતે સમજી ન શકયો. તે ગાથા આ પ્રમાણે છે - " चक्किदुगं हरिपणगं, पणगं चक्कीण केसवो चक्की। केसवचक्की केसवदु, चक्की केसीय चक्कीय" // 1 // પ્રથમ બે ચક્રવતી થયા, પછી પાંચ વાસુદેવ, પછી પાંચ ચકી, તે પછી P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust