________________ શ્રી વૃદ્ધવાદિસૂરિ ચરિત્ર. અથડામણથી પ્રગટ થયેલ વડવાનલ સમાન જવાળાઓ નીકળવા લાગી. ત્યારપછી પુરૂષોત્તમ (કૃષ્ણ) ના હૃદયમાં રહેલ કસ્તુભમણિની જેમ તેમાંથી શ્રી પાર્શ્વનાથ ભગવંતની પ્રતિમા પ્રગટ થઈ. એટલે પરમભકિતથી પ્રભુને સ્તુતિપૂર્વક પ્રણામ કરીને સિદ્ધસેન ત્રાષિ બોલ્યા કે –“હે રાજનઆ મુતાત્મા દે મારા પ્રણામને સહન કરી શકે.” - એ પ્રમાણે વિક્રમાદિત્ય રાજાને પ્રતિબંધ પમાડતાં પ્રવેશાદિ મહોત્સવથી તેમણે વિશાલા નગરીમાં જિનશાસનની પ્રભાવના કરી. તેથી સંઘે તેમના બાકી રહેલ પાંચ વર્ષ મૂકી દીધાં અને શ્રીમાન સિદ્ધસેન દિવાકરને પ્રગટ કર્યા. ત્યાં કેટલાક કાળ ફણાવલિ શિવલિંગની ઉંચે રહી અને લોકો તેની પૂજા કરતા, પણ પાછળથી તે સ્થાન મિથ્યાત્વીઓના હાથમાં ગયું. હવે એકદા બલાત્કારથી રાજાની અનુમતિ લઈને અપ્રતિબદ્ધ બુદ્ધિવાળા તથા શ્રી સંઘરૂપ સરોવરમાં કમળ સમાન એવા શ્રી આચાર્ય મહારાજે ત્યાંથી વિહાર કર્યો. ગીતાર્થ મુનિઓની સાથે દક્ષિણ દિશામાં વિહાર કરતાં તે ભગ કચ્છ નગરની પાસેના ભૂમિપ્રદેશમાં પહોંચ્યા. ત્યાં નગર અને ગામડાઓની ગાયોનું રક્ષણ કરનારા ગોવાળે હતા, તેઓ ધર્મ સાંભળવાની ઈચ્છાથી ગુરૂ મહારાજ પાસે આવ્યા, અને કહેવા લાગ્યા કે -" હે પૂજ્ય! ક્યાં પણ વિસ્મય ન પામેલા એવા અમને તમે શાંતિ પમાડે.” ત્યારે ગુરૂ બોલ્યા- “અમે લાંબા વખતથી વિહાર કરતાં માર્ગમાં શ્રમ પામ્યા છીએ, તો શું બોલીને તમારે ખેદ દૂર કરીએ? છતાં તમારે આગ્રહ છે, તેથી અહીં વૃક્ષ છાયામાં વિસામે લઈ ગેરસ સમાન ધર્મવ્યાખ્યાન અમે તમને આપીશું.' પછી તે અજ્ઞજને સમજી શકે તેમ તાલમાનથી તાળી દેતા અને ભમતા ભમતા આચાર્ય તેમને પ્રતિબંધ પમાડવા માટે તરત પ્રાકૃત રચનાથી ગાથા બનાવીને કહેવા લાગ્યા. કારણ કે તેવા સામાન્ય લોકોને તેવી ભાષાજ ઉચિત છે તે આ પ્રમાણે " नवि मारियइ नवि चोरियइ, परदारह संगु निवारियइ / थोवहवि थोवं दाअइ, तनु सग्मिटु गुटुगुजाईइ " // 1 // આ તેમની પ્રાકૃત ગાથાથી તે ગોવાળે પ્રતિબંધ પામ્યા, જેથી તેમણે ત્યાં ધન ધાન્યાદિકથી પૂર્ણ એવું તાલારાસીકનામનું ગામ વસાવ્યું. એટલે આચાર્યો ત્યાં એક ઉન્નત જિન મંદિર કરાવીને તેમાં શ્રીકૃષભદેવ પ્રભુની પ્રતિમા સ્થાપન કરી. અચલ પ્રતિષ્ઠાવાળા તે ભવ્ય મંદિરના અદ્યાપિ ભવ્યજને દર્શન કરી પાવન થાય છે, કારણ કે તેવી પ્રતિષ્ઠા ઇંદ્રથી પણ ચલાયમાન ન થાય. એ પ્રમાણે ત્યાં પ્રભાવના કરી ગુરૂ મહારાજ ભૃગુપુરમાં ગયા. ત્યાં બલમિ | || TTTTTTT P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust