________________ (98) સેન સૂરિ ત્યાં રહ્યા. એવામાં એક વખતે તે દક્ષ સૂરિ રાજાની સાથે શિવમંદિરમાં ગયા ત્યાં તેના દ્વારથકી જ તે પાછા વળ્યા, એટલે રાજાએ પ્રશ્ન કર્યો કે -" તમે દેવની અવજ્ઞા કેમ કરો છો ? નમસ્કાર કેમ કરતા નથી?” . ત્યારે આચાર્ય બાલ્યા કે –“હે રાજન ! સાંભળ–તું મહા પુણ્યશાળી પુરૂષ છે, તેથી હું તારી આગળ કહું છું, કારણ કે અજ્ઞ પુરૂષો સાથે વાદ કરતાં કેણ કંઠશેષ કરે ? એ શંકર મારા પ્રણામને સહન કરી શકે તેમ નથી, તો હું કેમ પ્રણામ કરૂં ? જે મારા પ્રણામને સહન કરે, તે દેવોજ બીજા છે. એમ સાંભળતાં કેતુકી રાજાએ તરત જણાવ્યું કે - “તમે પ્રણામ કરે, તેથી શું થવાનું છે? વળી તમારા પ્રણામને એવા અન્ય દેવો પણ મને બતાવો” એ પ્રમાણે આગ્રહ કરતા રાજાને ગુરૂએ કહ્યું કે હે ભૂપ! કંઈ ઉત્પાત થાય, તો મારો દોષ નહિ.” ત્યારે રાજા બોલ્યા કે–ખરેખર! પરદેશી લેકે કંઈ આશ્ચર્ય થાય તેવું જ બોલે છે. હે ઋષિ ! દેવે શું ધાતુયુક્ત શરીરને ધારણ કરતા એવા મનુષ્યના પ્રણામને સહન કરવામાં અસમર્થ હશે ?" એ પ્રમાણે સાંભળતાં સિદ્ધસેન ગુરૂ શિવલિંગની સમક્ષ બેસીને ઉંચા અવાજે સ્તુતિના લોક કહેવા લાગ્યા - હે નાથ ! એક તમે જેમ ત્રણે જગતને સમ્યક્રરીતે પ્રકાશિત કર્યા, તેમ અન્ય સમસ્ત તીર્થાધિપતિઓએ પ્રકાશિત કર્યો નથી. અથવા તે એક ચંદ્રમા પણ જેમલેકને પ્રકાશિત કરે છે, તેમ ઉદય પામેલ સમગ્ર તારાઓ પણ શું પ્રકાશી શકે? તમારા વાક્યથી પણ જે કેાઈને બાધ ન થાય, તે એ મોટા આશ્ચર્યની વાત છે. જેવું કાંઈ નથી. કારણ કે ભાસ્કરના કિરણે સ્વચ્છ છતાં સ્વભાવે મલિન મનવાળા ઘુવડને તે અંધકારરૂપ ભાસે છે.” ઈત્યાદિન્યાયાવતારસૂત્ર, શ્રી વીરસ્તુતિ, તથા બત્રીશ બત્રીશ કનાપ્રમાણવાળી બીજી પણ ત્રીશ સ્તુતિએ તેમણે બનાવી. પછી ચુમાળીશકની એક સ્તુતિ રચી કે જે અત્યારે જિનશાસનમાં કલ્યાણ મંદિરના નામથી વિખ્યાત છે. એનો અગીયારમેક બેલતાં ધરણે પિતે ત્યાં આવ્યો. કારણ કે તેવા દ્રઢ ભકિતધારી સમર્થ પુરૂષને શું અસાધ્ય હાય ? એટલે તેના પ્રભાવથી શિવલિંગમાંથી ધુમાડો નીકળવા લાગ્યા કે જેથી નિબિડ ધૂમસમૂહને લીધે મધ્યાહુકાળે રાત્રિ જેવો દેખાવ થઈ રહ્યો. અને તેથી આકુળવ્યાકુળ થઈને ભાગવાને ઈચ્છતા લોકોને પડ્યા. પછી જાણે લેકેની દયાને લીધે જ તે લિંગમાંથી, સમુદ્રમાંના આવર્તની P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust