________________ (100) શ્રી પ્રભાવક ચરિત્ર. ત્રને પુત્ર ધનંજય નામે રાજા હતો. તેણે ભક્તિ પૂર્વક આચાર્ય મહારાજને આદર સત્કાર કર્યો. . એવામાં એકદા મયદા રહિત સમુદ્ર સમાન શત્રુઓએ આવીને તે રાજાના નગરને ઘેરી લીધું. એટલે પોતાની પાસે અલ્પ સૈન્ય હોવાથી તે ભયભીત થઈને ગુરૂના શરણે આવ્યો. ત્યારે આચાર્યો એક શેર સરસવ મંત્રીને તેલના કુવામાં નાખ્યા. એવામાં તે સરસવ અસંખ્ય પુરૂષ બનીને કુવામાંથી બહાર આવ્યા. તેમણે શત્રુસૈન્યને ભગ્ન કર્યું અને શત્રુઓને પરાસ્ત કર્યા. આથી તેમનું સિદ્ધસેન એવું અન્વયયુક્ત શ્રેષ્ઠ નામ સાર્થક થયું. પછી ત્યાં રાજાએ વૈરાગ્યથી તેમની પાસે દીક્ષા લઈ લીધી. એમ દક્ષિણ દેશમાં શાસનની: પ્રભાવના કરતા સિદ્ધસેનસૂરિ કવિઓમાં અગ્રપદને પામતા તે પ્રતિષ્ઠાન નગરમાં આવ્યા. ત્યાં પિતાનું આયુષ્ય ક્ષીણ થયેલ જાણી, ચોગ્ય શિષ્યને પિતાના પદે સ્થાપી, અનશન લઈને શ્રી સિદ્ધસેન દિવાકર સંઘને અનાથપણાનું દુ:ખ પમાડતાં તે સ્વર્ગે ગયા. કારણ કે તેવા પુરૂષને વિરહ થતાં કયે સચેતન દુ:ખ ન પામે ? એવામાં એક વૈતાલિક-ચારણ તે નગરથી વિશાલા નગરીમાં ગયો. ત્યાં સિદ્ધસેનગુરૂની સિદ્ધશ્રી નામની બહેનને તે મળ્યો. એટલે ગુરૂ યાદ આવવાથી નિરાનંદ પણે તે કને પૂર્વાર્ધ બે -- ! ! !" ___ " स्फुरन्ति वादिखद्योताः साम्प्रतं दक्षिणापथे" એટલે--અત્યારે દક્ષિણ દેશમાં વાદીરૂપ ખદ્યોત (ખજુઆ) સ્કૂરાયમાન થઈ રહ્યા છે.' છે એમ સાંભળતાં તે પિતાની મતિના અનુમાનથી ઉત્તરાર્ધ બનાવીને બોલી કે, . પી“ નૂનમર્તગત વાલી, સિદ્ધનો વિવાર” છે ? એટલે–ખરેખર ! વાદી સિદ્ધસેન દિવાકર (સૂર્ય) અસ્ત (મૃત્યુ) પામ્યા હોય એમ લાગે છે.” પછી સિદ્ધશ્રીએ પણ પોતાના શરીરની નશ્વરતાનો વિચાર કરીને અનશન કર્યું અને ગીતાર્થ મુનિ પાસે આરાધના કરતાં તે સદ્ગતિને પામી. - શ્રી પાદલિપ્તસૂરિ તથા શ્રી વૃદ્ધવાદી ગુરૂ વિદ્યાધરવંશના મુખ્ય શાસન કર્તા કહેવાય છે. શ્રી વિક્રમ સંવતના દોઢ વર્ષ જતાં શ્રાવક, સમળી વિહારને તથા ગિરનાર પર્વતની મુગટ સમાન શ્રી નેમિનાથના મંદિરનો ઉદ્ધાર કરાવતાં ત્યાં વર્ષાકાળને લીધે પડી ગયેલ મઠમાંની પ્રશસ્તિ થકી આ ઉધૃત કરેલ છે. , એ પ્રમાણે પ્રાચીન કવિઓએ રચેલા શાસ્ત્રમાંથી કંઇક સાંભળી શ્રી વૃદ્ધ P.P.Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust