________________ (84) શ્રી પ્રભાવક ચરિત્ર. ઉખેડા નહિ. એ અવાજની ઉપેક્ષા કરતાં ત્યાં પત્થર પાડવા લાગ્યા. ત્યારે તેમણે પુન: ગુરૂ મહારાજને તે હકીકત નિવેદન કરી, એટલે ગુરૂએ ધ્યાન લગાવ્યું અને દેવતાને આહવાન કરવામાં આવતાં ત્યાં સાક્ષાત દેવી આવીને કહેવા લાગી કે-- કાન્યકુજના રાજાની હું માનિની પુત્રી હતી, મારા પિતાના ગુર્જર દેશમાં હું સુખે રહેતી હતી. એવામાં મલેચ્છ રાજા થકી ભંગને ભય ઉપસ્થિત થતાં હું અહીં કુવામાં પડી, એટલે મરણ પામીને હું આ ભૂમિની અધિષ્ઠાત્રી દેવી થઈ. મારી પાસે ધન પુષ્કળ છે, તે મારા પિતાના શરીરના અરિથશલ્યને ઉખેડવાની હું અનુમતિ આપીશ નહિ. કારણકે મારી અનુમતિ વિના ધર્મ સ્થાનમાં કોઈ કંઈ કરવાને સમર્થ નથી. તેથી હે પૂજ્ય ! ધર્મસ્થાનમાં હું તમને અટકાવું છું.' ત્યારે ગુરૂએ તેને મનાવી, તેથી તેમના વચનામૃતથી દેવી શાંત થઈને કહેવા લાગી કે –“જે હવે તમે મને અહીં અધિષ્ઠાયિકા બનાવો, તે ધર્મસ્થાનને માટે તે દ્રવ્યસહિત ભૂમિ લઈ લે.” એટલે આચાર્યો એ વાત કબુલ કરી. પછી શ્રેષ્ઠ ચિત્ય તૈયાર થતાં ત્યાં તેમણે તે દેવીની એક જુદી દેરી તૈયાર કરાવી, અને ભવનદેવીના નામથી તેને ત્યાં સ્થાપન કરી. અચિંત્ય શક્તિવાળી તે દેવીને અદ્યાપિ ધાર્મિક પુરૂષ પૂજે છે. - હવે લલશેઠને જિન ધર્મમાં આદરયુક્ત જોઈને પોતાના સ્વભાવને ન જાણુતા બ્રાહ્મણે જૈનધમીઓપર મત્સર કરવા લાગ્યા. એટલે પર્વતને હાથીઓની જેમ ગોચરી વિગેરેને માટે માર્ગે જતા મુનિઓને તે ઉદ્વેગ પમાડવા લાગ્યા. એ હકીક્ત તેમણે ગુરૂને નિવેદન કરી. ત્યારે ગુરૂ બોલ્યા-ક્ષમાં ધારણ કરવાથી ઉપસો નષ્ટ થશે. એજ આપણું રહસ્ય (નવ) છે.” એવામાં એકદા કટુવચન બોલનારા અને પાપરત બ્રાહ્મણો લગભગ મરણવસ્થાએ પહોંચેલી કઈ કૃશ ગાયને રાત્રે પગે ઘસડી ઘસડીને બલાત્કારે મહાવીર મંદિરમાં લઈ ગયા. પછી તેને મરણ પામેલ સમજી; પિતે બહાર બેસીને અતિહર્ષથી કહેવા લાગ્યા કે--“હવે જેનું મોટું માહાસ્ય જાણવામાં આવી જશે, પ્રભાતે વેતાંબરોને વિડંબના પમાડનાર આ વિનેદ આપણે જોઈ શકીશું.” એમ મનમાં કેતુક લાવતા તે વિપ્રો દેવકુલાદિકમાં બેસી રહ્યા. - હવે પ્રભાત થતાં યતિઓ જેટલામાં આંગણે આવ્યા, તેવામાં અકસમાત ચિત્તને વિષે વિસ્મય પમાડનાર તે મૃત ગાય તેમના જેવામાં આવી, એટલે આ ખેદ પમાડનાર આશ્રર્ય તેમણે ગુરૂ મહારાજને નિવેદન કર્યું જે સાંભળતાં સિંહ સમાન અને અચિંત્ય શક્તિવાળા ગુરૂજરાપણ ક્ષોભ ન પામ્યા. પછી ઉપાશ્રયમાં પાટ પાસે મુનિએને અંગરક્ષા માટે મુકીને ગુરૂ પોતે ત્યાં એકાંતમાં શુભ ધ્યાન કરવા લાગ્યા. એવામાં અંતમુહૂર્તમાં તે ગાય પિતે ઉભી થઈ અને ચેતના પામીને આશ્ચર્ય પમાડતી - P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust