________________ શ્રી જયદેવસૂરિ ચરિત્ર. ( 85) તે ચેત્યની બહાર નીકળી ગઈ. ત્યારે તેને જતી જોઈને પ્રવીણ બ્રાહ્મણે ચિંતવવા લાગ્યા કે –“રાત્રે મરણ પામીને પડી રહેલ ગાય ચૈત્યથકી બહાર શી રીતે નીકળી? એમાં કાંઈ સહજ કારણ નથી, પણ મોટી આપત્તિ દેખાય છે. કારણ કે વિપ્રજાતિ નિરંકુશ છે અને બ્રહ્મચારી મંડળ દુર્વાદ્ય છે.” એ પ્રમાણે તેઓ વિચાર કરે છે, તેવામાં પગે ચાલતી તે ગાય, જાણે પિતાના સ્નેહને લીધે આકર્ષાઈ હોય, તેમ બ્રહ્મ ભવનની સન્મુખ ચાલી. પછી પ્રભાતે બ્રહ્મપૂજક જેટલામાં દ્વાર ઉઘાડે છે, તેટલામાં ઉત્સુક થયેલ તે ગાય બ્રહ્મભવનમાં દાખલ થઇ, અને બહાર રહેલા તે પૂજારીને શીંગડાવતી પાડી, પિતે ગંભારમાં જઈને તે બ્રહ્મમૂર્તિની આગળ પડી. પછી જીવદેવગુરૂ મહારાજે તે ધ્યાન પાકું, એવામાં પૂજારીએ ઝાલર વગાડીને બ્રાહ્મણને ભેગા કર્યા. એટલે તે મૂઢમતિ બધા આશ્ચર્ય પામીને કહેવા લાગ્યા કે--આ સમકાળે સ્વમ કે બધાને મતિભ્રમ છે? કે મરણ પામેલ ગાય ચાલતી પણ થઈ, તે શું? તેમ પણ કદાચ બને, પરંતુ તે પિતે બ્રહ્મશાળામાં શામાટે આવી? આ દેવની દુર્ઘટના વિચારી શકાય તેવી નથી આ કામ તિષીઓના જ્ઞાનથી પણ અતીત છે.” એવામાં ત્યાં કેટલાક વિપ્રે કહેવા લાગ્યાં-કે “અહીં વિચાર શો કરવાને હતે? બ્રહ્મચારીઓના દુર્વાયરૂપ સાગર મર્યાદા ઓળંગી સ્થાનને તદ્દન પાડી (ઉખેડી) નાખશે. તેથી વાયુદેવની કીર્તિ આ સ્થાનથી તે વાયુના વેગને અવશ્ય ચાલી ગઈ સમજજે. ત્યારે બીજા કેટલાક વિપ્ર બોલ્યા કે––આ મોટી આપતિમાં આપણા માટે એકજ ઉપાય છે, કે સિંહ સમાન પરાક્રમશાળી અને ચૈત્યમાં બિરાજમાન એવા વેતાંબર ગુરૂના પગે પડીને સત્વર તે પુરૂષના શરણને સ્વીકારે. કારણ કે આ અપાર ચિંતા–સાગર તે નાવથી જ તરી શકાય તેમ છે.” એટલે અન્ય બ્રાહ્મણે કહેવા લાગ્યા કે--તમારા દંભી બાળકેએ નિરંતર તેમને રેષ પમાડયો છે. તે તે તમારાપર શી રીતે પ્રસન્ન થાય? કારણ કે એક સામાન્ય પુરૂષ પણ આવા ઉપદ્રવને સહન કરતો નથી. તે દિગ્ય સામર્થ્યયુકત અને સાક્ષાત્ વિધાતા સમાન એ જેનર્ષિ તે શું સહન કરશે?” એવામાં બીજા કેટલાક બોલી ઉઠયા કે –“ભલે એમ છે, તો પણ અત્યારે તેમની પાસે આજીજી કરવાની જરૂર છે, કારણ કે ઉત્તમ પુરૂષ પ્રણામ કરવાથી વેરને તજી દે છે.’ એ પ્રમાણે બધા એકમત થઈને બ્રાહ્મણે શ્રી વીરમંદિરમાં ધાર્મિક જનેથી મંડિત એવી ગુરૂની પર્ષદામાં ગયા. ત્યાં અંજલિ જોડીને તે કહેવા લાગ્યા કે હે પૂજ્ય ! સંકટમાં આવી પડેલા એવા અમારૂં વચન તમે ધ્યાન દઈને સાંભળો P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust