________________ શ્રી જીવદેવસરિ ચરિત્ર (83) કયો છે, તેમાંથી વેદ અને સ્મૃતિ (પુરાણુ) માં બતાવેલ ધમોભાસમાં અધુ દ્રવ્ય વપરાયું, હવે બાકીનું જે અર્ધ લક્ષ રહેલ છે, તેને વ્યય મારે શી રીતે કરવો તે આપ ફરમાવે. મારો વિચાર એવો છે કે તે આપને આપવાથી બહુ ફળદાયક થશે. માટે તે દ્રવ્ય આપ ગ્રહણ કરે અને ઈચ્છાનુસાર આદરપૂર્વક તેને ઉપયોગ કરે.” છીએ. તેથી ધનાદિકને સ્પર્શ પણ અમને ઉચિત નથી, તે પછી તેને સંગ્રહ કરવાની તે વાત જ શી કરવી? છતાં તમે એ બાબતની ચિંતા ન કરે. આવતી કાલે સંધ્યા સમયે એક પગ ધોતાં તને જે ભેટ મળે ત્યારે અમને ત્યાં લઈ જજે, એટલે તેને ઉપાય તને કહી સંભળાવીશું.' એમ સાંભળતાં તે શેઠ પિતાના ઘરે ગયા પછી બીજે દિવસે ગુરૂનું વચન યાદ કરતાં સંધ્યા સમયે કેઈ સુતાર એ પલંગ તેની પાસે લઈ આવ્યો કે તેના જે રાજાની પાસે પણ નહિ હોય, એટલે ગુરૂના કહ્યા પ્રમાણે શ્રેણી તેની સાથે ઉપાશ્રયમાં આવ્યું અને આશ્ચર્ય પામતાં તેણે ગુરૂની આગળ નિવેદન કર્યું. ત્યારે ગુરૂ મહારાજ પોતે પુન: ત્યાં આવી, બે વૃષભ પર વાસક્ષેપ નાખી, તેનાથી અધિવાસિત કરીને તે શ્રેષ્ઠીને પ્રગટ રીતે કહેવા લાગ્યા કે –“હે શેઠ! આ બે વૃષભ જતાં જતાં જ્યાં ઉભા રહી જાય, તે સ્થાને એ દ્રવ્યથી તારે રમણીય જિનમંદિર કરાવવું.” એ પ્રમાણે ગુરૂ મહારાજના મુખથી સાંભળતાં શ્રેષ્ઠીએ તે વચન માન્ય કરીને બે વૃષભને છુટા મુક્યા, એટલે છુટા થયેલ તે પ૫લાનક નામના ગામમાં ગયા અને ત્યાં એક ઉકરડાના સ્થાનમાં ઉભા રહ્યા. ત્યાંથી તે આગળ ન ચાલ્યા. ત્યારે ગામના અધિપતિએ ગેરવાથી તે ભૂમિ શેઠને અર્પણ કરી. પછી ત્યાં એક કુશળ સુત્રધારને નિયુક્ત કરતાં પ્રાસાદ (ચિત્ય) ના શિખર અને મંડપ સંપૂર્ણ તૈયાર થયા. એવામાં એક દિવસે ત્યાં કોઈ સન્યાસી પુરૂષ આવી ચડ્યો. તેણે પ્રાસાદને જેતાં નાક મરડીને પ્રશંસા કરી. ત્યારે લોકોએ ત્યાંનું દુષણ પૂછતાં, તે પ્રગટ રીતે કહેવા લાગ્યું કે અહીં સ્ત્રીના અસ્થિરૂપ શક્ય છે કે જે સમસ્ત દુષણેમાં મુખ્ય દુષણ ગણાય છે.” ત્યારે લોકોએ એ વાત ગુરૂમહારાજને નિવેદન કરી. એટલે તેમણે લોકોને આશ્વાસન આપતાં જણાવ્યું કે-- શલ્ય કહાડી નાખી પાયા ભરીને ફરી ચૈત્યને પ્રારંભ કરે. વળી હે લલ્લ શેઠ! તારે દ્રવ્યની ન્યૂનતા સંબંધી ચિંતા ન કરવી. કારણ કે તેની અધિષ્ઠાયક દેવીઓ તને પુષ્કળ દ્રવ્ય પૂરશે.” પછી શલ્ય કહાડી નાખવાનો પ્રયત્ન શરૂ કરતાં રાત્રે અવાજ સાંભળવામાં આવ્યો કે--“શલ્યને P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust