________________ ( 82 ) શ્રી પ્રભાવક ચરિત્ર... આ તેના આદેશથી શ્રેષ્ઠીએ સત્વર સુવર્ણનો સર્પ તૈયાર કરાવ્યું. પછી મંત્રોવડે તેને સંસ્કારયુક્ત કરવામાં આવતાં છેદન વખતે શેઠ તે વિપ્રને કહેવા લાગ્ય-પૂર્વના સપની હિંસાના પાપમાંથી મુક્ત થવા મેં આ સર્પ કરાવ્યા, અને એના વધથી લાગેલ પાપના પ્રાયશ્ચિત્ત માટે મારે પાછો બીજો સુવર્ણ સર્પ કરાવવો પડશે, તેથી અનવસ્થાદેષ ઉપસ્થિત થશે, તો હું આ ધર્મને સમજી શકતો નથી. તમે ખોટી રીતે મને શા માટે છેતરે છે માટે હું બધાને વિસર્જન કરૂં છું.” એ પ્રમાણે કહીને તેણે અગ્નિ બુઝાવી નાખે, કુંડ પૂરાવી દીધો અને બ્રાહ્મણોને વિસર્જન કર્યા. કારણ કે મદ્યનું માહાતમ્ય શાંત થતાં કઈ પણ વિપરીત ચેષ્ઠા ન કરે. પછી ત્યારથી તે શ્રેષ્ઠી સર્વ દશનેની તપાસ કરવા લાગ્યો. એવામાં એકદા બે વેતાંબર મુનિઓ તે શેઠના ઘરે ભિક્ષા લેવા આવ્યા ત્યારે શ્રેષ્ઠીએ પોતાના ઘરના માણસને આદેશ કર્યો . આ ચારિત્રપાત્ર મુનિએને ભેજન તૈયાર કરીને અવશ્ય ભિક્ષા આપો.” એટલે મુનિ બેલ્યા–બતેવું ભેજન અમને ન કપે. વળી જ્યાં પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ, સર્વ પ્રકારની વનસ્પતિ અને ત્રસ જીવને વધ થતો હોય, તેવી ભિક્ષા અમારાથી ન લેવાય.” એ પ્રમાણે સાંભળતાં શેઠ ચિંતવવા લાગ્યા કે–અહો! આ મુનિએ તૃષ્ણરહિત હોવાથી નિર્મળ, નિરહંકાર અને સદા શાંત ચિત્તવાળા લાગે છે.” એમ ધારીને તે શ્રેષ્ઠી કહેવા લાગ્ય હે ભગવાન ! મને સત્ય ધર્મ કહી બતાવો.” ત્યારે મુનિ બોલ્યા–ચૈત્યમાં અમારા ગુરૂ બિરાજે છે તે ધર્મ કહી સંભળાવશે.” એમ કહીને તે પોતાના સ્થાને ચાલ્યા ગયા. તે પછી બીજે દિવસે લલશ્રેષ્ઠીએ ગુરૂ પાસે જઈને ધર્મ સંબંધી પ્રશ્ન કર્યો ત્યારે ગુરૂ કહેવા લાગ્યા કે– દયા તે ધર્મ, સર્વજ્ઞ જિનેશ્વર તે દેવ તથા આંતર શત્રુઓનો નાશ કરનાર અને મહાવ્રતધારી ધીર તે ગુરૂ સમજવા. રાગાદિ ચિન્તયુક્ત દેવ, પરિગ્રહધારી ગુરૂ અને પશુહિંસારૂપ ધર્મ, એ મહામિથ્યાભ્રમ છે. માટે હે ધાર્મિક ! પરીક્ષા કરીને ધર્મને સ્વીકાર કરે કારણ કે તમે તો ટકા વિગેરે પણ પરીક્ષાપૂર્વકજ સ્વીકારે છે.” એ પ્રમાણે સાંભળતાં લલશ્રેષ્ઠીએ સમ્યકત્વ સહિત બાર વ્રતોનો સ્વીકાર કર્યો અને ચતુર્વિધ ધર્મ જાણીને તે અહર્નિશ આચરવા લાગ્યો. એક વખતે શ્રેષ્ઠીએ ગુરૂ પાસે આવીને કહ્યું કે-“હે ભગવન્! મારી વાત લક્ષ્યપૂર્વક સાંભળો–મેં સૂર્યગ્રહણના દિવસે એક લાખ દ્રવ્ય વાપરવાનો સંકલ્પ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust