________________ શ્રી પાદલિપ્તરિ ચરિત્ર (59 ) એટલે મહેંદ્ર મહાત્મા બોલ્યા–“હે ભૂપાલ! કુપિત થયેલા દેવેને હું શાંત કરીશ.” એમ કહી તે દેવ દેવીઓને ઉદેશીને કહેવા લાગ્યા કે –“હે સોળ વિદ્યાદેવીઓ ! ચોવીશ જેન યક્ષો અને યક્ષિણીઓ ! હું તમને કહું છું કે–આ રાજાના અજ્ઞાનથી એ બ્રાહ્મણોએ જિનશાસનનો અપરાધ કર્યો, તેની તમે ક્ષમા કરે. મનુષ્યોની દષ્ટિ શું માત્ર છે?” એમ મુનિએ કહેતાં દુર્લભ એવી દિવ્ય વાણી પ્રગટ થઈ કે–એ બ્રાહ્મણે દીક્ષા ગ્રહણ કરે તોજ મુક્ત થઈ શકે, નહિ તે એમને જીવતા રહેવું પણ મુશ્કેલ છે.” પછી જળસિંચનથી તેમની વાણું મોકળી કરવામાં આવી અને વ્રતની વાત પૂછતાં તેમણે એ વચન અંગીકાર કર્યું. કારણ કે પિતાના જીવિતને કણ નથી ઈચ્છતું ? ત્યારે કણેરની બીજી સોટી ફેરવતાં મહેંદ્ર મુનિ બોલ્યા કે “ઉઠે,” એટલે તરતજ પ્રથમની જેમ તે બધા સજજ થઈ ગયા. કારણ કે જેને અસાધારણ શકિત ધરાવે છે. પછી રોમાંચિત થયેલ શ્રી સંઘ સાથે રાજાએ કરેલ મહોત્સવ પૂર્વક મુનિ પિતાના ઉપાશ્રયમાં આવ્યા. હવે તે બ્રાહ્મણોને દીક્ષા–મહોત્સવ કરતા શ્રી સંઘને અટકાવતાં મહેંદ્રમુનિએ જણાવ્યું કે–“એ બધું શ્રી આર્યખપુટાચાર્ય કરશે.” ત્યારે શ્રી સંઘે કહ્યું–‘તમે પોતે આવા પ્રભાવના નિધાન છે, તે તમારા ગુરૂ કેવા હશે?” એટલે મહેંદ્ર મહાત્મા બોલ્યા–“હું તેમની આગળ શું માત્ર છું? કે જેમણે ભૂગુકચ્છ પુરમાં ભારેથી ક્ષીરની જેમ બદ્ધ લેકે થકી અાવબોધ તીર્થનું રક્ષણ કર્યું; વળી વાદીરૂપ હસ્તીઓમાં સિંહ સમાન એવા શ્રી આર્યખપુટાચાર્યના અદ્દભુત મહિમાનું વર્ણન કરવાને કણ સમર્થ છે? ચારિત્રરૂપ પત્થરપર આત્મારૂપ શ્રેષ્ઠ પાત્રમાં મદનને પીસી (નષ્ટ કરી) ને વૃદ્ધ સ્નેહ (તેલ) યુકત તપરૂપ અગ્નિની જવાળાથી વ્યાપ્ત, શુક્લ ધ્યાનરૂપ તિથી પરિપૂર્ણ એવા ઇંદ્રિયનિગ્રહરૂપ કુંડમાં પ્રગટ રીતે પરિપક્વ કરવામાં આવેલ અને સર્વત્ર વ્યાપ્ત એ જેમને યશ: સમૂહરૂપ વડું સજજનોને સ્વાદ લેવા લાયક છે તે ગુરૂ તમારૂં રક્ષણ કરો.” પછી શ્રી સંઘે અનુમતિ આપતાં મહેંદ્ર મુનિ બ્રાહ્મણોને લઈને પૂજ્ય સૂરિ પાસે આવ્યા, એટલે આચાર્ય મહારાજે તેમને દીક્ષા આપી. એ પ્રમાણે શ્રી આર્ય ખપુટાચાર્યે જિનશાસનની પ્રભાવના કરી અને મહેદ્ર ઉપાધ્યાય અભુત પ્રસિદ્ધિને પામ્યા અદ્યાપિ અશ્વાવબોધ તીર્થમાં જેમના સંતાનીય પ્રભાવક આચાર્યો વિદ્યમાન છે. P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust