________________ (60) શ્રી પ્રભાવક ચરિત્ર. - હવે પૂર્વે વર્ણવેલ ગુરૂ પાસે પાદલિપ્તાચાર્યે તે ચમત્કારી શાસ્ત્રને અભ્યાસ કરી લીધો. તેમણે વિદ્વાના સંકેતના સંસ્કારયુકત એવી પાદલિતા નામની ભાષા બનાવી કે જેમાં બીજા કેઈ ન સમજી શકે એ અર્થ રાખ્યો. ત્યાં સભા સહિત કૃષ્ણ રાજા ભારે સંતુષ્ટ થયો, તેથી તેમના ગુણને લીધે આચાર્યને અન્ય સ્થાને જવા દેતો નહોતો. એમ અનેક રીતે શાસનની પ્રભાવના કરતાં પ્રાંતે અનશન આદરીને શ્રી આર્યખપુટાચાર્ય સ્વર્ગે ગયા. પછી તેમના પટ્ટધર મહેંદ્ર મુનિ આચાર્ય થયા. તે સંયમયાત્રાપૂર્વક હળવે હળવે તીર્થયાત્રા કરવા લાગ્યા. હવે પૂર્વે પાટલીપુત્રમાં બ્રાહ્મણને તેમણે બલાત્યારથી દીક્ષા અપાવી હતી, તે જાતિવૈરને લઈને બ્રાહ્મણે તેમના પર મત્સર ધરવા લાગ્યા. એટલે શ્રીસંઘે સુજ્ઞ પુરૂષો મોકલીને પાદલિપ્તસૂરિને વિનંતી કરી ત્યારે આચાર્યો વિચાર કરીને તેમને જવાબ આપે કે - હું કાર્તિકી પૂર્ણિમાએ આવીશ.” એમ કહીને તેમને વિસર્જન કર્યા. પછી રાજાને જણાવીને દિવસના પૂર્વ ભાગમાં આકાશમાગે થઈને રત્ન સમાન દેદીપ્યમાન આકૃતિને ધારણ કરતા તે ભૃગુકચ્છ નગરમાં આવ્યા, અને પાપને વંસ કરનાર તે શ્રી મુનિસુવ્રત સ્વામીના મંદિરમાં ઉતર્યા. એટલે જાણે પૃથ્વી પર સૂર્ય આવેલ હોય તેવા તેમને આવેલ જાણીને લેકે કમળની જેમ આનંદ પામ્યા. કારણ કે તેમના દર્શન જ દુર્લભ હતા. ત્યારે રાજા આશ્ચર્ય પામીને સંઘ સહિત ભક્તિપૂર્વક ત્યાં આવ્યા અને તેણે ગુરૂને નમસ્કાર કર્યો. આ વખતે સને અત્યંત આનંદ થયે, ત્યાં ગુરૂએ શ્રી સંઘના હાથે અથી જનેને ઘણું ધન અપાવ્યું. એવામાં તેમને આકાશગામી જઈને પેલા બ્રાહ્મણે બધા ભાગી ગયા. - પછી રાજા વિનયથી ગુરૂને કહેવા લાગ્યો કે –“એક કૃષ્ણ ભાગ્યશાળી છે કે જેને આપ પૂજ્ય મૂકતા નથી, અને અમે તો આપના દર્શનને પણ યોગ્ય શામાટે નહિ? માટે અમારા સુખની ખાતર આપ કેટલાક દિવસ અહીં રહો. - ત્યારે ગુરૂ બોલ્યા- “હે રાજન્ ! તમારી પાસે રહેવું, તે પણ યુકત જ છે, પરંતુ સંઘને આદેશ અને રાજાને સ્નેહ અલંઘનીય છે. દિવસના પાછલા પહોરે ત્યાં જવાની તેની પાસે પ્રતિજ્ઞા કરેલ છે. તે પછી મારે હવે શત્રુંજય, ગિરનાર અને સમેતશિખર તથા અષ્ટાપદની તીર્થયાત્રા કરવાની છે. તો હે ભૂપાલ ! પ્રેરણ થી પણ તું જૈનધર્મપર ભકિત ધરાવજે.” એમ કહીને આકાશ માગે તે યથાસ્થાને ચાલ્યા ગયા. પછી પાદચારી થઈને તીર્થયાત્રા કરતાં અપાર શ્રતના પારં. ગામી એવા તે આચાર્ય સારાષ્ટ્ર દેશમાં આવ્યા ત્યાં વ્રતના નિયમ પ્રમાણે વિહાર કરતાં પાદલિપ્તસૂરિ નિર્ભય એવી ટૂંકા નામની મહાપુરીમાં ગયા. ત્યાં રસસિદ્ધિ જાણનારામાં મુખ્ય એવો નાગાર્જુન નામે તે ગુરૂને ભાવિ શિષ્ય હતો. તેનું ચરિત્ર આ પ્રમાણે છે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust