________________ શ્રી પ્રભાવક ચરિત્ર. ન થાય.” એમ તેણે કહેતાં આચાર્યો તેને રત્નને પ્રયોગ બતાવ્યો અને તેથી તે ધાર્મિક બની ગયા. હવે વિલાસ નગરમાં પ્રજાપતિ નામે રાજા હતા. ત્યાં શ્રી શ્રમસિંહ નામે આચાર્ય પધાર્યા. એટલે રાજાએ તેમને બોલાવીને કહ્યું કે –“કંઈક આશ્ચર્ય બતાવો... ત્યારે ગુરૂ બેલ્યા–અહીં અર્કસંક્રાંતિને કઈ જાણે છે ?" - એટલે રાજાએ સિદ્ધ દૈવજ્ઞ પુરૂષોને બોલાવીને કહ્યું કે–“તમે રવિસંક્રાંતિને સમય અમારી આગળ કહો.” આથી તેમણે ઘડી અને પળની સંખ્યાથી બરાબર જઈને કહ્યું. ' ' . પછી આચાર્ય ત્યા–“હે રાજન ! સંય સહિત એક પત્થર અમને તથા તિષીને આપો.” : . એટલે રાજાએ તે પ્રમાણે કર્યું. પછી સૂરિએ તે સૂક્ષમ સમયને જાણીને પત્થરમાં સેય નાખી દીધી, અને જણાવ્યું કે–“હે મૈહુર્તિક! સંક્રાંતિ વખતે આ સોયને ખેંચી લેજે, કે જેથી બધું જળમય થઈ જાય.” . . . . . . : ' એમ સાંભળતાં જોતિષીએ કહ્યું–મારા જ્ઞાનમાં આવી અભુત શકિત નથી પછી આચાર્યનું તે વિજ્ઞાન સાક્ષાત જોઈને રાજા આશ્ચર્યચકિત થઈ ગયો. ત્યાર પછી એક વખતે રાજાએ વૃષ્ટિના સંબંધમાં આચાર્યને પ્રીન કર્યો ત્યારે ગુરૂ બોલ્યા વિચારીને કહીશું, એમ જણાવીને તે પિતાના ઉપાશ્રયમાં આવ્યા, અને તેમણે પોતાના એક દેવેંદ્ર નામના શિષ્યને રાજા પાસે મોકલતાં સૂચના કરી કે– તારે રાજા આગળ કંઈક વિપરીત બોલવું, કે જેથી તેના મનમાં અનાદર ઉત્પન્ન થાય. એમ તે પ્રાજ્ઞ શિષ્ય ને શિક્ષા આપીને રાજા પાસે મેક એટલે તેણે આવીને રાજાને જણાવ્યું કે–આજથી પાંચમે દિવસે ઉત્તર દિશામાં વૃષ્ટિ થશે.” તે દિવસે વૃષ્ટિ પણ પૂર્વ દિશામાં થઈ એમ દિશાના વિપરીત પણને લીધે રાજાને કંઈક મંદ આદર થઈ ગયો. કર્મબંધના નિષેધને માટે એ પ્રમાણે તેમને ઇરાદા પૂર્વક કરવું પડયું કારણ કે વારંવાર રાજકાર્યોનું કથન એ પાપના કારણ રૂપ છે. પછી નિમિત્ત ગ્રંથમાં નિષ્ણાત એવા આચાર્યો કેટલાક કાળ પછી માનખેટ નગરમાં આવ્યા, અને કળાના વશથી તે રાજાના જાણવામાં આવ્યા. એ 1 આ સંબંધમાં કેટલાક આચાર્યો એમ કહે છે કે તેમણે ધીવરને સિંહગ શીખવ્યો એટલે તેણે તે અજમાવ્યા, જેથી સિંહે તેનું ભક્ષણ કર્યું. કારણ કે અલ્પ દોષથી બહુ પુણ્ય શા P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust