________________ શ્રી પાદલિપ્તસૂરિ ચરિત્ર. (55 ) - હવે વિદ્યા પ્રાભૃતથી સંપૂર્ણ એવા શ્રી આર્ય ખપૂટાચાર્યનું ચરિત્ર અહીં કહેવામાં આવે છે કે જે જેનેંદ્ર મતને ઉલ્લાસ પમાડનાર છે. વિંધ્યાચલની ભૂમિથી પ્રગટ થયેલ અને લાટદેશના લલાટ સમાન એવી રેવાનદીથી પવિત્ર થયેલ ભૂગુકચ્છ (ભરૂચ) નામે નગર છે, કે જ્યાં ભવસાગરમાં યાનપાત્ર સમાન શ્રીમુનિસુવ્રત સ્વામી, ત્રિભુવનના જનનું પાતકના ભયથી રક્ષણ કરી રહ્યા છે. ત્યાં ઈદ્ર સમાન તેજસ્વી એ બલમિત્ર નામે રાજા કે જે કાલિકાચાર્યને ભાણેજ અને સ્થિર લેમીના એક ધામરૂપ હતા, ત્યાં ભવવનમાં ભમતા ભવ્ય જનને વિશ્રામની એક ભૂમીરૂપ અને વિદ્યાથી વિખ્યાત થયેલા એવા શ્રી આર્ય ખપૂટાચાર્ય બિરાજમાન હતા તેમને ભુવન નામે ભાણેજ શિષ્ય હતો કે જે પ્રાજ્ઞ સાંભળવા માત્રથી સર્વ પ્રકારની વિદ્યા ગ્રહણ કરી શકતો હતો ત્યાં આચાર્ય મહારાજે સંઘ સમક્ષ વાદમાં બૌદ્ધોને પરાજિત કરીને સૂર્ય તુલ્ય જેમણે તેમના મતરૂપ અંધકારથી જિનશાસનને વિમુક્ત કર્યું એવામાં બહુકર નામે બૈદ્ધાચાર્ય, જિન શાસનને જીતવાની ઈચ્છાથી ગુડશસ્ત્ર નગરથકી ત્યાં આવ્યો. પૂર્વે ગોળના પિંડોથી શત્રુનું સૈન્ય ભગ્ન થયું હતું, તેથી ગુડશસ્ત્ર એવા નામથી તે સર્વત્ર પ્રસિદ્ધ થયું પછી સર્વ પદાર્થોને અનિત્ય જણાવનાર એવા તે બદ્ધાચાર્યને ચતુરંગ સભા સમક્ષ સ્યાદ્વાદના તત્વને નિરૂપણ કરનાર જૈનાચાર્યના શિષ્ય જીતી લીધે. એટલે જ્યાં પણ જવાને માટે અસમર્થ અને હદયમાં ક્રોધથી ધમધમાયમાન એવા તે બૈદ્ધાચાર્યો કે પાશથી અનશન કર્યું અને મરણ પામીને તે યક્ષ થયે, આથી જૈનવેતાંબર સાધુઓ પર કપાયમાન થયેલ તે પોતાના સ્થાનમાં આવીને મુનિઓની અવજ્ઞા કરતે તથા તેમને ઉપસર્ગ કરવા લાગ્યો એટલે તે નગરના શ્રી સંઘે શ્રી આર્ય ખપુટાચાર્યને બે મુનિએ મોકલીને યક્ષના પરાભવની વાત નિવેદન કરી, ત્યારે પિતાના ભાણેજ ભવન મુનિને તેમણે શિક્ષા આપતાં જણાવ્યું કે “હે વત્સ! કેતુક થકી પણ આ ખેપરીને તું કદિ ઉઘાડીને જોઈશ નહિ.” એમ કહીને તે ચાલ્યા ગયા. પછી ત્યાં નગરમાં આવતાં તે યક્ષમંદિરમાં આચાર્ય મહારાજ તેના કાન પર પગ મૂકીને પોતે સુઈ ગયા. એવામાં યક્ષને પૂજારી આવ્યો, તેણે એ બનાવ ઈને રાજાને નિવેદન કર્યું, ત્યારે રાજા તેમના પર કપાયમાન થયે. અહીં ચેતરફ વસ્ત્ર બરાબર લપેટીને આચાર્ય સુતા હતા. ત્યાં રાજાએ પોતાના માણસો મેકલીને તેમને ઉઠાડવાનો પ્રયત્ન કરાવ્યું, પણ તે તે પટથી આચ્છાદિત હોવાથી જાગ્યા જ નહિ એટલે તેમણે એ વૃત્તાંત આવીને રાજાને જણાવ્યો, જે સાંભળતાં 'તે અધિક કપાયમાન થઈને કહેવા લાગ્યા–એને પત્થર અને લાકડી વતી ખુબ P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust