SearchBrowseAboutContactDonate
Page Preview
Page 167
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી પાદલિપ્તસૂરિ ચરિત્ર. (53). એટલે પાદલિપ્તસૂરિએ પણ તરતજ ગાથાથી તેમને ઉત્તર આપે, કારણકે પ્રજ્ઞાથી બલવંત બનેલા પુરૂષો વિલંબ શા માટે કરો? “અહિં મિમિયર I સુફિયા છે , | દોર વહંત વરસી " | 2 | આચાર્ય મહારાજના એ ઉત્તરથી પિતે છતાયા છતાં તે વાદીઓ પ્રમોદ પામ્યા, કારણ કે સજનના હાથે થયેલ પરાભવ–પરાજય પણ મહિમાના સ્થાનરૂપ હોય છે. પછી સગુણોથી પ્રમુદિત થયેલ શ્રી સંઘે વિનંતિ કરતાં શ્રી પાદલિપ્તગુરૂએ શત્રુંજય તીર્થની યાત્રા કરી ત્યાંથી માનખેટપુરમાં આવતાં કૃષ્ણ રાજાએ ગુરૂ મહારાજની ભક્તિથી અર્ચા કરી. ત્યાં પ્રાથપુરથી શ્રી રૂદ્રદેવસૂરિ આવ્યા કે જે નિપાત શ્રુતતત્વના જ્ઞાતા હતા. એક દિવસે તેમણે પોતાના શિષ્યોની આગળ તે શાસ્ત્રમાંથી પાપ-સંતાપને સાધનાર મત્પત્તિની વ્યાખ્યા કહી બતાવી, જે વ્યાખ્યા એક ધીવરે (મચ્છીમારે ) ભીંતને આંતરે રહીને બરાબર સાંભળી લીધી. એવામાં સમસ્ત લેકોને ભયંકર એ દુષ્કાળ પડયે જેથી મસ્યોની ઉત્પત્તિ બંધ થઈ એટલે તે ધીવરે પૂર્વે સાંભળેલ મૃતપ્રોગથી ઘણું મસ્યા બનાવીને તેણે પોતાના બંધુઓને જીવાડ્યા. - એક દિવસે આચાર્યના ઉપકારથી રંજિત થયેલ પેલો ધીવર પ્રમોદથી ત્યાં આવ્યો અને ભકિતથી ગુરૂને નમસ્કાર કરીને કહેવા લાગ્યો કે—“હે પ્રભુ! તમે કહેલ ગથી મેં મા બનાવ્યા અને દુષ્કાળમાં તે ખાઈને કુટુંબન નિર્વાહ ચલાવ્યું. એમ સાંભળતાં આચાર્ય પશ્ચાત્તાપ કરવા લાગ્યા કે –“અહા! આ મેં શું કર્યું કે હિંસાના ઉપદેશથી મેં પાપ ઉપાર્જન કર્યું? આ ધીવર હવે જીવતાં સુધી જીવવધથી ભારે પાપ ઉપાર્જન કરશે, માટે હવે એ કંઇ ઉપાય કરું કે જેથી એ પોતે પાપને તજી દે.” એમ ધારીને આચાર્ય બાલ્યા કે –“હે ભદ્ર! રત્ન બનાવવાનો પ્રયોગ સાંભળ કે જેથી કદાપિ દારિદ્રય જ ન આવે, પણ એ પ્રયોગ માંસભક્ષણ અને જીવવધ કરતાં સિદ્ધ ન થાય. માટે જે તું એ બે કામ તજી દે, તે તને તે પ્રયોગ કહી બતાવું.' ત્યારે ધીવર બે –“જીવવધથી પાપ થાય છે, એ પણ હું સારી રીતે જાણું છું, પણ તે વિના કુટુંબન નિર્વાહ ન થાય, એટલે શું કરું? હે નાથ ! આપના પ્રસાદથી જે પાપ કર્યા વિના થતું હોય, તે પરભવે મને સંગતિ મળે તેથી આ૫નું વચન મને પ્રમાણ છે. હવે પછી મારા ઘરે કે વંશમાં માંસભક્ષણ I IIIIIIIIIIIIII P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
SR No.036467
Book TitlePrabhavak Charitra
Original Sutra AuthorN/A
AuthorPrabhachandrasuri
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1931
Total Pages459
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size446 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy