________________ શ્રી પ્રભાવક ચરિત્ર વિશ્વાસ પામીને કહેવા લાગ્યો—‘તમારો વૃત્તાંત અવર્ણનીય છે. એ પ્રમાણે સવે લેકેને ઉપકારી સૂરિમહારાજે બતાવેલ આશ્ચર્યોથી ચમત્કાર પામતાં રાજા જતા સમયને પણ જાણ ન હતે. એકદા મહાયશસ્વી પાદલિપ્તાચાર્ય મથુરા નગરીમાં ગયા. ત્યાં શ્રી સુપાર્શ્વ જિનના સ્તૂપને વિષે સત્વર તેમણે શ્રી પાર્શ્વપ્રભુને વંદન કર્યું. ત્યાંથી લાટદેશમાં આવેલ કારપુરમાં તે આવ્યા ત્યાં ભીમ રાજાએ તેમનું સ્વાગત કર્યું. એક વખતે શરીરમાંના બાળપણના માહાભ્યને જાણે વિસ્તારતા હોય તેમ વિશ્વવત્સલ બાળસૂરિ એકાંતમાં બાળકો સાથે રમવા લાગ્યા તેવામાં તેમને વંદન કરવાની ભારે ઉત્કંઠા ધરાવનાર કેટલાક શ્રાવકે દેશાંતરથી ત્યાં આવ્યા, અને શિષ્ય સમાન ભાસતા તે બાળગુરૂને જ તેમણે પૂછયું કે યુગપ્રધાન શ્રી પાદલિપ્તસૂરિને ઉપાશ્રય કયાં છે?” ત્યારે તાત્કાલિક બુદ્ધિયુક્ત એવા ગુરૂ મહારાજે દૂરથી આવવાના પ્રગટ ચિન્હો જતાં તેમને જણાવ્યું, અને પોતે વસ્ત્ર વિસ્તારી, પોતાને આકાર ગેપવીને તે એક ઉન્નત આસન પર બેસી ગયા. એવામાં શ્રાવકે આવ્યા અને તેમણે અતિભક્તિથી ગુરૂને વંદન કર્યું. ત્યારે દક્ષપણાથી તેમણે બાળસૂરિને ઓળખીને વિચાર કર્યો કે આ તો આપણે જેમને રમત કરતા જોયા, તેજ છે.” પછી તેમણે વિદ્યા શ્રત અને વયેવૃદ્ધની તુલ્ય ધર્મદેશના આપીને તે શ્રાવકોના વિકલ્પને દૂર કરવા માટે જણાવ્યું કે- “ચિરકાળથી સાથે વસતા જનોએ બાળકને બાળક્રિડાને માટે અવકાશ આપ જોઈએ.” એટલે શિશુસ્વામીના એ સત્ય વચનથી તે શ્રાવકો સંતુષ્ટ થયા.. એક દિવસે પ્રઢ સાધુઓ બધા વિહાર કરી ચાલ્યા ગયા ત્યારે બાળસૂરિ એક નિર્જન શેરીમાં ગયા અને જતા ગાડાઓ પર તે કુદકા મારવાની રમત કરવા લાગ્યા, તેવામાં દૂર દેશથી આવેલા પરવાદીઓએ તેમને જોયા. એટલે તેમને પણ પ્રથમની જેમ ગુરૂએ ઉપાશ્રય બતાવ્યો. પછી શ્રમિત થયેલા તે જેટલામાં વિલંબ કરીને ત્યાં આવ્યા તેટલામાં બાળસૂરિ વસ્ત્ર ઓઢીને સિંહાસન પર સુઈ ગયા. ત્યારે ઉપાશ્રયમાં આવતાં તેમણે પ્રભાત સમયને સૂચવનાર કુકડાના જે અવાજ કર્યો. એટલે આચાર્યો મારના જેવો અવાજ કર્યો પછી તે પરવાદીઓને આવવા માટે દ્વાર ઉઘાડીને ગુરૂ સિંહાસન પર બેઠા. તેમની અદ્દભૂત આકૃતિ જોતાં તે બધા આશ્ચર્ય ચકિત થઈ ગયા. પછી તર્કશક્તિથી જીતાયેલા તેમણે એક ગાથાથી ગુરૂને જીત વાની ઈચ્છાથી એક દુર્ઘટ પ્રશ્ન કરતાં જણાવ્યું કે - પાર્જિતય સાં મહેમંત મમતા . . . હિરો મુ વ થાિ વારલીયો " છે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust