________________ શ્રી પાદલિપ્તસૂરિ ચરિત્ર. ( 11 ). વચનથી મારા પિતાના સુખને ત્યાગ શા માટે કરૂ?” એમ ધારીને તે વ્યસની જુગાર રમવા ચાલ્યા ગયા. ત્યાં રમતાં ચાર પાંચ ઘડી વ્યતીત કરીને રાજા પાસે આવીને બે કે ગંગા પૂર્વાભિમુખી વહે છે. એવામાં છુપા બાતમીદારોએ તેને બધો વૃત્તાંત રાજાની આગળ નિવેદન કર્યો. પછી આચાર્ય મહારાજે જરા હસીને જણાવ્યું કે–“હે રાજન ! ધન, માન અને પ્રસાદથી તાબે કરેલ એ પ્રધાનનું ચેખિત જોયું ? ત્યારે બીજાની શી વાત કરવી ?" એમ કહી બાળસૂરિએ પુન: કહ્યું કે “હવે આજકાલના નવ દીક્ષિત અને અશિક્ષિત તથા મદરહિત એવા મારા શિવનું ચિતને ચમત્કાર પમાડનાર ચરિત્ર જુઓ.” એમ રાજાને જણાવતાં ગુરૂએ પોતાના શિષ્યને બેલા –“હે નુતન બાળમુનિ ! અહીં આવ.” એમ ગુરૂના બેલતાં “હે ભગવ છબિ' એમ કહેતાં ખેદ લાગ્યા વિના તે તરત ઉભે થયેલ અને વિનયથી મસ્તક નમાવતાં ભૂમિને પ્રમાર્જન કરી ગુરૂની સમક્ષ આવ્યા, ત્યાં ઢીંચણ જમીન પર સ્થાપતાં મુખ આગળ મુહપતી રાખીને શિષ્ય કહેવા લાગ્યા કે –“હે ભગવાન ! આપના આદેશને ઈચ્છું છું. એટલે ગુરૂ બોલ્યા–“હે વત્સ ! ગંગા કઈ તરફ વહે છે, તેને નિર્ણય કરીને કહે. " એ પ્રમાણે ગુરૂના મુખેથી સાંભળતાં, આવશ્યક પૂર્વક ઉપાશ્રયથી બહાર નીકળતાં કંધપર કંબળ રાખી અને હાથમાં દંડ લઈને તે આગળ ચાલ્યા. ગુરૂનો પ્રશ્ન અનુચિત છે, “એમ જાણતાં છતાં પણ તેણે બાળ, વૃદ્ધ અને સ્ત્રીઓને એ બાબતને ખુલાસો પૂછો અને છેવટે મધ્યમ વયના એક પ્રવીણ પુરૂષને તેણે પ્રશ્ન કર્યો કે –“હે ભદ્ર! ગંગા કઈ દિશા ભણી વહે છે?” ત્યારે તે પુરૂષે જવાબ આપે કે - પૂર્વાભિમુખ વહે છે.” એ પ્રમાણે બે ત્રણ વાર તેણે પૂછી જોયું, તો પણ એજ જવાબ મળ્યો. તથાપિ બરાબર નિશ્ચય કરવાને તે ગંગાના પ્રવાહ આગળ ગયા. ત્યાં અવ્યગ્રપણે હાથમાં રહેલ દંડ તેણે જળમાં મૂક એટલે પ્રવાહના વેગથી દંડ સહિત હાથ પૂર્વાભિમુખ તણાયે. આથી તેને ખાત્રી થઈ. પછી ઉપાશ્રયમાં આવતાં ઈર્યાવહીપૂર્વક પિતાના સંદેષ વર્તનની આલેયણા લઈને પિતાની ક્રિયામાં તે પ્રવૃત્ત થયે. અહીં શ્રી જિનભદ્રગણિ ક્ષમાશ્રમણ ભાગ્યકાર કહે છે કે - "निवच्छिएण भणिउ गुरुणा गंगा कुउमुही वहइ / સંgrફર વંશી સો ગ ત સ ય " | ?! પછી પૂર્વની જેમ ચર પુરૂષોએ યથાસ્થિત સત્ય નિવેદન કરતાં રાજા P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust