________________ ( 40 ) શ્રી પ્રભાવક ચરિત્ર. પૂજન પૂર્વક પર્વરૂપ પ્રયાણ કર્યું. આગળ ચાલતાં પાંચાલ અને લાટ દેશના રાજા ne એને સર્વ રીતે જીતીને શત્રુઓને દબાવતા તે શક રાજાઓ માલવદેશની સરહદ પર આવી પહોંચ્યા. તે વખતે પરબળ આવે છે ? એમ સાંભળ્યા છતાં વિદ્યા સામર્થ્યથી ગર્વિષ્ઠ બનેલ ગ€ભિલ રાજાએ પોતાની નગરીનો કિલ્લો સજજ ન કર્યો. તેણે ગઢના કાંગરાપર મરચા ન માંડ્યા, તેના ખુણાઓ પર તોપ ન ગઠવી, વિદ્યાધરીઓને આનંદ પમાડનાર તથા શત્રુઓને પરાસ્ત કરનાર એવા માણે તૈયાર ન કર્યો, તેમજ નગરીના મુખ્ય દ્વારના કપાટ અને સુભટને સજજ ન કર્યા. એવામાં પતંગસૈન્યની માફક પ્રાણીવર્ગને ભયંકર એવું શાખિ રાજાઓનું સમસ્ત સૈન્ય નગરીની નજીકમાં આવી પહોંચ્યું, છતાં ગર્દભવિદ્યાના બળથી ગર્વિષ્ઠ થયેલ અને અંદર રહેલ એવા ગર્દભિલ્લ રાજાએ પોતાનું સૈન્ય સજજ ન કર્યું. એ બધી હકીકત ચરપુરૂષના મુખથી જાણવામાં આવતાં આચાર્યો મિત્ર રાજાને જણાવ્યું કે આ બધું અસજિજત જોઈને તમે ઉદ્યમ મૂકી ન દેશે. કારણ કે અષ્ટમી અને ચતુર્દશીના દિવસે એ ગર્દભીવિદ્યાની પૂજા કરે છે અને એકાગ્રમનથી એક હજારને આઠ જાપ કરે છે. એ જાપ પૂર્ણ થતાં તે વિદ્યા ગદંભીરૂપે શબ્દ કરે છે, ઘેર ફૂત્કાર શબ્દને જે દ્વિપદ કે ચતુષ્પદ સાંભળે છે, તે મુખે ફીણ મૂકતાં મરણ પામે છે. માટે અઢી ગાઉની અંદર કોઈએ રહેવું નહિ અને પોતપિતાના સૈન્યસહિત રાજાઓએ છુટા છુટા આવાસ દઈને રહેવું.” એમ સાંભળતાં બધા રાજાઓએ તે પ્રમાણે કર્યું. ત્યાં કાલકસૂરિએ દોઢસે શબ્દવેધી સુભટને પિતાની પાસે રાખ્યા, જે લખ્યલક્ષ અને સુરક્ષિત હતા. એવામાં શબ્દકાળે તેમણે બાવતી ગર્દભીનું મુખપૂરી દીધું જેથી તે એક ભાથા જેવું ભાસવા લાગ્યું. આથી કોપાયમાન થયેલ ગદંભી ઈર્ષ્યાથી ગર્દમિલના મરતકપર વિષ્ટા અને મૂત્ર કરી, પાદઘાતથી તેને મારીને તે અદયશ્ય થઈ ગઈ. એટલે “આ હવે નિર્બળ છે” એમ શક રાજાઓને જણાવી સમસ્ત સૈન્ય લાવીને ગુરૂએ કિલ્લામાં પ્રવેશ કર્યો. પછી સુભટેએ ગર્દભિલ્લને જમીન પર પાડી બાંધી લઈને તેમણે ગુરૂની આગળ લાવી મૂકે ત્યારે ગુરૂએ તેને કહ્યું કે–પરબળને ભેદનાર ધનુષ્ય અને બાણથી ગર્વિષ્ઠ બનેલ તે સાધ્વીનું અપહરણ ક્યું. તે કર્મરૂપ વૃક્ષનું આતો હજી પુષ્પ છે, પરંતુ તેનું ફળ તે પરભવે તને નરકજ મળવાનું છે. માટે હજી પણ સમજીને શાંત થઈ તું કલ્યાણકારી પ્રાયશ્ચિત લઈલે. તથા પરલોકની આરાધના કર કે જેથી તને મનવાંછિત સુખ મળે, એમ સૂરિએ સમજાવતાં “તું આમ કર” એવું વચન સાંભળવાથી ગર્દભિલ્લ મનમાં ભારે દુભા. એટલે તેને મૂકી દેવામાં આવતાં તે ત્યાંથી અરણ્યમાં ચાલ્યા ગયા. ત્યાં ભ્રમણ કરતાં તેને વાઘે મારી નાખે, જેથી મરણ પામીને તે દુષ્ટાત્મા દુર્ગતિમાં ગયો. તેવા સાધુ જનને દ્રોહ કરનારને એવી ગતિ મળે, એતે તે કર્મનું અ૫ ફળ જ છે. P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust