________________ શ્રી કાલકસૂરિ ચરિત્ર, (41) પછી આચાર્યના આદેશથી મિત્ર રાજા સ્વામી થયો અને બીજા શાખિ રાજાએ પણ દેશ વેચીને રહ્યા. ગુરૂ મહારાજે સરસ્વતી સાધ્વીને વ્રતમાં સ્થાપી એટલે તે આલોચના અને પ્રતિક્રમણ કરવાથી મૂળ ગુણને પામી. કારણકે બલાત્યારથી સ્ત્રીના વ્રતને ભાંગનાર પુરૂષ પર વિદ્યાદેવીઓ કપાયમાન થાય છે. આ રાવણુ રાજા પણ સીતાપર બલાત્કાર કરી ન શકયે. એવી રીતે શાસનની ઉન્નતિથી જિનતીર્થની પ્રભાવના કરતા અને શાખિ રાજાઓને પ્રતિબંધ પમાડતા કલકસૂરિશભવા લાગ્યા. કેટલાક કાળ પછી શક રાજાઓના વંશને ઉછેરીને શ્રી વિક્રમાદિત્ય રાજા સાર્વભૌમ સમાન થયો. સુવર્ણ પુરૂષના ઉદયથી ઉત્કટ મહાસિદ્ધિને મેળવનાર તે રાજાએ પૃથ્વીને અણુરહિત કરી અને પોતાનું સંવત્સર ચલાવ્યું, ત્યારપછી એક પાંત્રીશ વરસ જતાં વિક્રમ રાજાના વંશને છેદીને શક રાજાઓએ પોતાનું સંવત્સર સ્થાપન કર્યું. એમ પ્રસંગને અનુસરીને કહી બતાવ્યું, હવે પ્રસ્તુત વાત કહેવામાં આવે છે. રાજાઓથી પૂજા સત્કાર પામેલા શ્રી કાલકસૂરિ તે દેશમાં વિચારવા લાગ્યા. હવે લાટ દેશના લલાટના તિલક સમાન એવું ભૂગુકચ્છ (ભરૂચ) નામે નગર છે. ત્યાં બલમિત્ર નામે રાજા હતો. ભાનુમિત્ર નામે તેને મોટો ભાઈ કે જે કાલકસૂરિને ભાણેજ હતો. તેમની ભાનુશ્રી નામે બહેન હતી અને તેને બલભાનુ નામે પુત્ર હતો. એક વખતે લેકના મુખથી તેમણે કાલકાચાર્યને વૃતાંત સાંભળે એટલે સંતેષ પામીને તેમણે આચાર્ય મહારાજને બોલાવવા માટે પિતાના મંત્રીને મોકલ્યો. ત્યારે અપ્રતિબંધ પણે વિહાર કરતા કરતા સૂરિ ભવ્યાત્માઓને પ્રતિબંધ પમાડવાને તે નગરના બાહ્ય ઉદ્યાનમાં પધાર્યા એટલે ગુરૂનું આગમન જાણવામાં આવતાં રાજા બળમિત્ર તેમની પાસે આવ્યો અને ભારે ઉત્સવથી આનંદપૂર્વક તેણે ગુરૂને નગરમાં પ્રવેશ કરાવ્યો ત્યાં પુષ્કરાવત્ત મેઘની જેમ સૂરિ પોતાના ઉપદેશામૃતથી ભવ્યાત્માઓને સિંચન કરતાં તેમના સમસ્ત તાપને દૂર કરવા લાગ્યા. વળી ત્યાં શકુનિકા તીર્થમાં બિરાજમાન શ્રીમુનિસુવ્રત સ્વામીને વંદન કરીને તેના ચરિત્ર-કથનથી તેમણે રાજાને પ્રતિબંધ પમાડો. એવામાં એકદા તે રાજાને પુરેશહિત કે જે મિથ્યા કદાગ્રહમાં મસ્ત હતે અને કુવિકલ્પ તથા વિતંડાવાદ કરતે, તેને આચાર્યશ્રીએ વાદમાં જીતી લીધો. એટલે અનુકૂળ વૃત્તિથી આચાર્ય પાસે આવતાં તેણે દાંભિક ભક્તિથી સરલ સ્વભાવી રાજાને કહ્યું કે –“હે નાથ! આ ગુરૂમહારાજ તે જગતમાં દેવોની જેમ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust