________________ શ્રી આર્યનંદિતસૂરિ ચરિત્ર. (35) ધિદેવના ધ્યાનથી અને તેમને છત્ર, દેવજ અને ચંદ્રવાદિક ધરવાથી પન્નગ, પ્રેત, ભૂત, અગ્નિ, ચોર કે વ્યાલાદિકનો ભય થવાનો નથી. વળી જેના શિરપર જિનાજ્ઞા રૂપ મુગટ હશે, તેને ડાકિની, શાકિની કે પેગિની ઉપદ્રવ કદિ પમાડી શકશે નહિ; વળી તે ગુરૂની આજ્ઞાને જે માન્ય કરશે અને વૈદ્યાનું જે સદા સ્મરણ કરશે, તેને ક્ષુદ્રજંતુથી કદિ ભય થવાને નથી. વળી ગોળ, ધૃત અને પાયસથી સ્વાદ્ય ભેજન અને બલિ જે જિનેશ્વરની આગળ ધરશે અને જિનસાધુને જે તેવું ભેજન આપશે, તેનું વૈદ્યા રક્ષણ કરશે. એ પ્રમાણે નાગેન્દ્રને ઉપદેશ સાંભળતાં બીજા પણ બધા નાગદે શાંત થઈ ગયા તેમજ વેરેદ્યા સતી પૂજનીય થઈ. ભાગ્ય અને સૌભાગ્યના નિધાનરૂપ તથા ધર્મ -કર્મમાં આદરયુકત એવા નાગદત્ત તથા નાગકુમારએ તેના કુળની ઉન્નતિ કરી. પછી એક દિવસે સદ્દગુરૂના વચનથી સંસારની અનિત્યતા સમજીને પદ્મદને પોતાના પદે ગુણવાન નાગદત્તને સ્થાપન કર્યો, અને પોતે પ્રિયા અને પુત્ર સહિત દીક્ષા અંગીકાર કરી, અને તીવ્ર તપ તપીને પુત્ર સહિત તે સધર્મ દેવલેકમાં ગ, તેમજ પવયશા, ગુરૂ મહારાજના ઉપદેશથી વૈદ્ય વધુ સાથે મિથ્યાદુષ્કૃત કરીને તે પણ ત્યાં દેવીપણે ઉસન્ન થઈ; વળી નાગૅદ્રના ધ્યાનથી વૈદ્યા પણ ધર્મનું આરાધન કરતાં પ્રાંતે મરણ પામીને શ્રી પાર્શ્વનાથની સેવા કરનાર ધરણંદ્રની દેવી થઈ, તે પણ પ્રભુના ભક્તોને અદ્દભુત સહાય આપવા લાગી અને વિષ, અગ્નિ વિગેરેથી ભય પામતા તેમને શાંતિ આપવા લાગી. તે વખતે શ્રી આર્યનંદિલ આચાર્યો નમિળ નિri " એવા મંત્રયુકત વેરોવાનું સ્તવન બનાવ્યું. એ સ્તવનનું જે મનુષ્ય એક ચિતે નિરંતર ત્રિકાળ ધ્યાન કરે, તેને વિષાદિ સર્વ ઉપદ્રો કદિ બાધા પમાડી ન શકે ક્ષાંતિ અને કલ્યાણના મૂલ સ્થાનરૂપ વૈરોદ્યાનું આ પાવન ચરિત્ર સાંભળી જે મનુષ્ય ક્ષમાને આદર કરે છે, તેમને સ્વર્ગ કે મેક્ષ દુર્લભ નથી. શ્રી ચંદ્રપ્રભસૂરિના પટ્ટરૂપા સરોવરને વિષેહંસ સમાન તથા શ્રી રામ-લક્ષમી ના પુત્ર એવા શ્રી પ્રભાચંદ્રસૂરિએ પોતાના મનપર લેતાં શ્રી પ્રદ્યુમ્નસૂરિએ શોધેલ, પૂર્વ ઋષિઓના ચરિત્રરૂપ રેહણાચલને વિષે શ્રી આર્યનંદિલ સૂરિના ચરિત્રરૂપ આ તૃતીય શિખર થયું. અભિનવ રસ (જળ) ના મેઘરૂપ એવા હે શ્રી પ્રદ્યુમ્ન ગુરૂ ! આપ વિના વિષય-તૃષ્ણામાં તરલિત થયેલ છતાં સદ્દગુરૂના વચનથી ભુવનની અન્ય સુલભ લક્ષમીમાં નિરપેક્ષ એવા પિતાના બાળક ચાતકરૂપ શિષ્યને નિર્મળ વચન-વૃષ્ટિથી સંતુષ્ટ કરે. ઈતિ શ્રી આર્યદિલસૂરિ-પ્રબંધ. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust