________________ (4) શ્રી તિવરસૂરિ પ્રવંધ. છે કે જે ઈ મોટા ગુણને લીધે શ્રી સીમંધર સ્વામિના મુખથી વિદિત-વિખ્યાત Cઝ થયેલા એવા શ્રી કાલકસૂરિ તમારું રક્ષણ કરે. પૂર્વના બહુશ્રુત આચા“ " ઓંએ પર્યુષણ પર્વ સંબંધી હકીકત ચુકત જેમનું ચરિત્ર વર્ણવેલ છે, છે તેને અનુસરીને હું પણ આદરપૂર્વક વર્ણવું છું. શું ગાડીશકટ (ગાડા) છે ની પાછળ જતી નથી ? પિતાની શોભાથી સમસ્ત નગરને જીતનાર એવું શ્રી ધારાવાસ નામે નગર છે કે જ્યાં સાધુજનેના વચનામૃતથી દુર્જનના મુખનું ઝેર નિરસ્ત થતું હતું. વળી સંપતિના મહાબળ અને ભારથી ઉન્નત થયેલ અને ગુણયુકત એવી જે નગરની કીર્તિરૂપ પતાકા આકાશમાં વ્યાપ્ત થઈને ચંદ્રમાના બિંબસુધી પહોંચી હતી. ત્યાં પરાક્રમથી સુશોભિત એ વીરસિંહ નામે રાજા રાજ્ય કરતે હતો કે જેના પ્રતાપે રિપુરમણુઓની પત્રવલલીને શાસવી દીધી હતી. તેને નાગૅદ્રકાંતા સમાન સુરસુંદરી નામે કાંતા હતી કે જે કલ્યાણની ભૂમિરૂપ અને મહાભોગથી વિરાજિત હતી. જેમ ઈદ્રને જયંત અને સમુદ્રને શશાંક, તેમ એ રાજદંપતીને કાલક નામે પુત્ર હતો કે જેણે પ્રચંડ ધનુષ્યથી શત્રુઓને ખંડિત કર્યા હતા. બ્રહ્માની સરસ્વતી નામે પુત્રી વિશ્વપાવની કહેવાય છે કે જેના આગમનથી સમુદ્ર પણ ગુરૂ અને સર્વના આશ્રયરૂપ થયા તેમ કાલક રાજકુમારના આગમથી સમુદ્ર (મુદ્રાસહિત છતાં ગુરૂ સર્વના આશ્રયરૂપ થયા એક વખતે અલ્પકળાની ક્રીડા જાણવાને કાલકકુમાર નગરની બહાર ગયો. તે પિતે અશ્વપરિશ્રમમાં થાકે તે ન હતો. ત્યાં રિતક, હુત, વત્રિત, ઉત્તેજીત અલસ અને ઉત્તેરિત–વિગેરે ગતિથી અશ્વોને ચલાવતાં તેણે શ્રમિત અને નિશ્ચળ કરી દીધા. એવામાં રૂપમાં ગંધર્વ સમાન એવા કુમારે બગીચામાંથી આવતા અત્યંત કમળ અને ઉદાર ધ્વનિ સાંભળ. એટલે રાજપુત્રે મંત્રીને કહ્યું કે-મેઘની ગર્જના સમાન ગંભીર આ ધ્વનિ કે? અથવા એ કેનો છે?” ત્યારે મંત્રીએ બાતમી મેળવીને જણાવ્યું કે " હે નાથ ! પ્રશાંત અને 1 મુખપર કસ્તુરિ વિગેરેથી કરેલ રચના. P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust