________________ પાસ; OR છે id = ""* (2) શ્રી કાર્યક્ષત-વંધ. છે જે મને કહેલ ધર્મ આંતરિક શત્રુઓનું જડમૂલથી નિકંદન કરે છે, હક એવા શ્રીમાન આર્યરક્ષિત ભવ્યાત્માઓનું નિરાબાદપણે રક્ષણ કરો. છે એ અમૃત સમાન જેમનું ચરિત્ર કહેવાને બુધજનો પણ અસમર્થ છે, તમે તો કૌશલ્ય રહિત મારી મતિ તેમાં શું ગતિ કરી શકે? તથાપિ તેમના ગુણેથી આકર્ષાઈને હું, તિમિર (અજ્ઞાન) સમૂહને નાશ કરવામાં સૂર્ય સમાન એવા શ્રી આર્ય રક્ષિતસૂરિનું ચરિત્ર રચું છું. સદા આનંદની બહુલતાથી અમરાવતીને પરાભવ પમાડનાર તથા અવંતિ રૂપ કાંતાની કટિમેખલા સમાન દશપુર નામે નગર છે. ત્યાં નવીન ચંદ્રમા સમાન ઉદાયન નામે રાજા કે જે કલંકસહિત અંધકાર-દેષને અગમ્ય તથા અક્ષીણુળાવાળો હતો. ત્યાં પુરોહિતના પદથી પ્રતિષ્ઠા પામેલ, વિશિષ્ટ બુદ્ધિવાળે, વર્ણમાં ઉત્તમ, કુળમાં શ્રેષ્ઠ, ક્રિયામાં શ્રદ્ધા ધરાવનાર અને કલાનિધિ એ એમદેવ નામે પુરોહિત હતો કે જેણે પોતાના બુદ્ધિબળથી બધા શત્રુઓને શાંત પાડી દીધા હતા, તેથી સેના સમૂહ તે માત્ર રાજ્યની શોભા માટેજ હતો. તેની રૂદ્રમાં નામે પ્રિયા હતી કે જેણે પ્રિય વચનપૂર્વક અથી જનેને મનવાંછિત દાન આપવાથી તેમના દાદ્રિયને દૂર કરી દીધું હતું. તેમને બે પુત્રો ઉત્પન્ન થયા. તેમાં પ્રથમ આર્ય રક્ષિત અને બીજો ફલ્યુરક્ષિત હતો. પરેહિતે તે બંનેને અંગસહિત વેદ ભણવ્યા. પોતાના વિનીત પુત્રો પાસે પોતાની સમૃદ્ધિને કેણુ છુપાવે? છતાં શાસ્ત્રામૃતને વિષે અતૃપ્ત રહેલ આર્ય રક્ષિત પોતે વિદ્વાન થયા છતાં તે કરતાં અધિક ભણવાની ઈચ્છાથી તે પાટલીપુત્ર નગરમાં ગયે. ત્યાં દિવ્ય બળની સ્ફત્તિથી આ૫ કાળમાં ભારે બુદ્ધિશાળી એવા તેણે ગુપ્ત વેદપનિષદનો પણ અભ્યાસ કરી લીધો. પછી ઉપાધ્યાયની અનુજ્ઞા મેળવીને તે સ્વભૂમિ તરફ પાછો ફેર્યો અને અશ્વારૂઢની જેમ તે પિતાના નગરના પાદરે પહોંચે. ત્યારે પુરોહિતે રાજાને નિવેદન કરતાં વૃત્તાંત જાણીને રાજા પોતે હસ્તીપર આરૂઢ થઈને તેની સામે આવ્યું અને મહોત્સવપૂર્વક તેણે આર્ય રક્ષિતને નગરમાં પ્રવેશ કરાવ્યો. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust