________________ શ્રી આર્યરક્ષિતરિચરિત્ર. (15) ત્યાં વૃદ્ધ કુલીન કાંતાઓએ પ્રતિગૃહે આપેલ શુભ આશિષ સાંભળતાં પાછલા પહારે તે પિતાના આવાસના આંગણે આવ્યા. હવે રૂદ્રમા તેની માતા જીવાજીવાદિકના નવતત્વના વિસ્તારને જાણનાર શ્રાવિકા હતી. તે વખતે એ સામાયિકમાં હોવાથી, ઉત્કંઠાયુક્ત અને જમીનસુધી મસ્તક નમાવીને પ્રણામ કરતા પુત્રને જોઈને પણ તેણે સામાયિક ભંગના ભયને લીધે આશિષથી વધાવ્યો નહિ. આથી અત્યંત ખેદ પામેલ ધીમાન્ આર્યર ક્ષિત વિચાર કરવા લાગે કે–અભ્યાસ કરેલ બહુ શાસ્ત્ર પણ મારે તુચ્છ જેવું છે કે જેથી મારી માતા તે સંતોષજ ન પામી.” એમ ધારીને તે કહેવા લાગ્યા કે–“હે માતા ! તને કેમ સંતોષ ન થયો?” ત્યારે તે બેલી– દુર્ગતિને આપનાર તારા એ અભ્યાસથી હું શી રીતે સંતુષ્ટ થાઉં ? ત્યારે આર્યરક્ષિતે કહ્યું “તો હવે વિલંબ કર્યા વિના મને આજ્ઞા કરે કે જે અભ્યાસથી તને સંતોષ થાય, તે કરું. બીજા કાર્યનું મારે શું પ્રયોજન છે?” એમ સાંભળતાં હર્ષના રોમાંચને ધારણ કરતી અને પુત્રવતી અમદાઓમાં પોતાને પ્રધાન માનતી એવી રૂદ્રમાં કહેવા લાગી કે-“હે વત્સ ! ચોતરફથી પ્રગટ થતા ઉપદ્રવને નષ્ટ કરનાર તથા અન્ય મતાવલંબીઓના જાણવામાં ન આવેલ એવા જિનભાષિત દષ્ટિવાદને તું અભ્યાસ કર.” દષ્ટિવાદનું નામ સાંભળી આર્ય રક્ષિત વિચારવા લાગ્યો કે–અહો! દૃષ્ટિવાદ એ નામ પણ કેવું સુંદર છે. માટે હવે મારે એજ અવશ્ય કરવાનું છે.' એમ નિશ્ચય કરીને તેણે કહ્યું કે –“સર્વ તીર્થોમાં શિરેમણિ એવી હે માતા! મને તેને અધ્યાપક બતાવો કે જેથી તેની પાસે હું સત્વર અભ્યાસ શરૂ કરૂં.” ત્યારે રૂસોમાં કહેવા લાગી કે –“વિનયના સ્થાન હે વત્સ! તારા હું ઓવારણા લઉં, હવે સાવધાન થઈને તું સાંભળ–અબ્રહ્મા અને પરિગ્રહના ત્યાગી, મહાસત્ત્વવંત, પોતાના અંતરમાં પરમાર્થબુદ્ધિ ધરાવનાર, સજ્ઞાનના નિધાન એવા જૈનમુનિ તેસલિ પુત્ર એ ગ્રંથના જ્ઞાતા છે, તે અત્યારે તારા ઈવાટક (શેલડીના વાડા) માં છે. તો હે નિર્મળમતિ ! તેમની પાસે તું એ ગ્રંથનો અભ્યાસ કર, કે જેથી તારા ચરિત્રથી મારી કુક્ષિ શીતલ થાય.” - એમ સાંભળતાં “પ્રભાતે જઈશ.” એમ કહીને તે અભ્યાસની ઉત્કંઠામાં તેણે રાત ગાળી. પછી પ્રભાત થતાં તે બહાર નીકળે. એવામાં અર્ધમાગે તેના પિતાને એક બ્રાહ્મણ મિત્ર તેને સન્મુખ મળે. તે આરક્ષિત માટે શેલડીના સાડાનવ સાંઠા અંધપર લઈ આવતો હતો. તેણે નમસ્કાર કરતાં આર્યરક્ષિતને પ્રીતિપૂર્વક આલિંગન આપ્યું. અને કહ્યું “તું પાછો ઘરે ચાલ.” !!!! P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust