________________ શ્રી વજસ્વામી ચરિત્ર. ( 13) પાયસ તૈયાર કરેલ છે. દ્રવ્યની સંપત્તિ છતાં અન્નના અભાવે અવશ્ય મરણ નિપજે છે, માટે એ તૈયાર કરેલૂ પાસમાં વિષમ વિષ નાખવાનું છે. એવામાં પુણ્યાગે અત્યારે આપ પૂજ્યનું પવિત્ર દર્શન થયું, તેથી અમે કૃતાર્થ થયા. હવે પાર લૈકિક કાર્ય કરવાની અમારી ધારણા છે.” એ પ્રમાણે સાંભળતાં ગુરૂશિક્ષાથી ચમત્કાર પામેલ મુનિ બોલ્યા–“હે ધર્મશીલ શ્રાવિકા ! વજીસ્વામી ગુરૂએ નિવેદન કરેલ વચન સાંભળ–લક્ષમૂલ્ય પાસ એક સ્થળે જોવામાં આવતાં સુકાળ થશે માટે વૃથા એ જનને વિષમિશ્રિત ન કર.” - ત્યારે તે કહેવા લાગી—“હે પ્રભુ ! અમારા પર પ્રસાદ કરીને આ ભજન સ્વીકારો.” એમ કહીને તેણે મુનિને તે ઉત્તમ ભેજન વહોરાવ્યું. એવામાં સંધ્યા થતાં દરિયામાર્ગે પ્રશસ્ત ધાન્યથી ભરેલા વહાણ ત્યાં આવી ચડયાં. જેથી તરત સુકાળ થયે. આથી પરિવાર સહિત તે શ્રાવિકા ચિતવવા લાગી કે –“અહા ! ખોટી રીતે આપણું મરણ થઈ જાત. તે હવે જિન ધર્મના બીજરૂપ સદ્દગુરૂ શ્રી વજસેન મુનિ પાસે દીક્ષા લઈને આપણે આપણું જીવિતવ્યનું ફળ કેમ ન લઈએ ?" એમ ધારીને નાચેંદ્ર નિવૃતિ, ચંદ્ર અને વિદ્યાધર એ પોતાના ચાર પુત્રો સાથે તેણે દીક્ષા લીધી. તે ચારે કંઈક ન્યૂન દશ પૂર્વધારી થયા. તેમના નામના ગછો હજી પણ અવની પર જયવંત વતે છે, તે ચારે જિનાધીશ-મતને.ઉદ્ધાર કરવામાં ધુરંધર હતા. તે તીર્થમાં અદ્યાપિ તેમની પૂજનીય મૂર્તિઓ વિદ્યમાન છે. એ પ્રમાણે દેવતાઓને પણ સ્તુતિ કરવા લાયક અને જિન-ઉપનિષદના કંઈપણ તસ્વરૂપ, સંપત્તિના હેતુરૂપ અને ભવસાગરથી વિસ્તાર પામવાને સેતુરૂપ એવું આ શ્રી વાસ્વામીનું ચરિત્ર ભવ્યાત્માઓને આનંદ આનંદ આપે અને યાવરચંદ્ર દિવાકર જયવંત વર્તો. શ્રીચંદ્રપ્રભસૂરિના પટ્ટરૂપે સરોવરમાં હંસ સમાન તથા શ્રીરામ અને લક્ષમીના પુત્ર શ્રોપ્રભાચંદ્રસૂરિએ મનપર લેતાં શ્રી પ્રદ્યુમ્નસૂરિએ તપાસીને શુદ્ધ કરેલ (નિર્મળ કરેલ), શ્રી પૂર્વ મહર્ષિઓના ચરિત્રરૂપ રેહણાચલમાં આ શ્રા વજસૂરિના ચરિત્રરૂપ પ્રથમ શિખર સંપૂર્ણ થયું. જેમની મૂર્તિ અષ્ટાપદની શોભાયુક્ત છે, જેમની દિવ્ય શોભા વિમલાચલની જેમ તારનાર છે, જેમની નિર્દોષ મતિ દુખી પ્રાણીઓને સુખ આપનાર છે, જેમને પ્રભાવ, દુર્જનેનું સ્તંભન કરનાર છે, જેમનું ચિત્ત ઉજજયંતમાં સ્થિતિ કરનાર અને જેમને યશ સુંદર અને અનુપમ છે, તથા જે અગણિત ગુણથી જયવંત વર્તે છે એવા હે શ્રી પ્રદ્યુમ્નસૂરિ ! તમેજ તીર્થરૂપ છે. ઈતિ શ્રી વજુસ્વામી-પ્રબંધ. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust