________________ પ્રભાવક' શબ્દને સામાન્ય અર્થ “પ્રભાવશાલી” એ થાય છે, પણ જેનશાસ્ત્રમાં આને કંઈક પારિભાષિક અર્થ માનેલો છે, તેથી પ્રભાવક શબ્દની આ સ્થલે “પ્રભાવક' શબ્દનો અર્થ “જેનશાસ્ત્રના અતિશય પરિભાષા. જ્ઞાનથી, ઉપદેશશક્તિથી, વાદશક્તિથી કે વિદ્યા આદિ ગુણથી જિનશાસનની ઉન્નતિ કરનાર જેન આચાર્ય " આવો લેવાને છે. જૈન શાસ્ત્રોમાં આવા આઠ પ્રકારના પ્રભાવકો માનેલા છે, જેને નિર્દેશ નીચેની પરમ્પરાગત ગાથામાં થયેલો છે " पावयणी 1 धम्मकही 2 वाई 3 नेमित्तिो 4 तवस्सीय विजा 6 सिद्धोय 7 कई 8 अठेव पभावगा भणिया // " અર્થાત્ પ્રવચનિક, ધર્મકથી, વાદી, નૈમિત્તિક, તપસ્વી, વિદ્યાવાનું, સિદ્ધ અને કવિ આવી રીતે આઠ પ્રકારના પ્રભાવક કહ્યા છે. પ્રભાવક ચરિત્રના વર્ણનને અનુસારે આના મુખ્ય ચરિત્રનાયક વજ આદિ 22 મહાપુરૂષે નીચે મુજબ પ્રભાવકતા ગુણવિશિષ્ટ કહી શકાય છે. 1 વજ-પ્રવચનિક, ધમથી અને વિદ્યાબલી. 2 આર્ય રક્ષિત-પ્રવચનિક. 3 આર્યાનન્દિલ-પ્રવચનિક અને સિદ્ધ. 4 કાલકસૂરિ–પ્રવચનિક અને સિદ્ધ. - 5 પાદલિપ્તસૂરિ-કવિ, વિદ્યાબલી અને સિદ્ધ (પાદલિપ્તસૂરિના પ્રબંધમાં રૂદ્રદેવસૂરિ, શ્રમણસિંહ, આખપટ અને ઉપાધ્યાય મહેન્દ્રનું પણ વર્ણન છે, જેમાં અનુક્રમે સિદ્ધ, નૈમિત્તિક, વિદ્યાબલી અને સિદ્ધ કહી શકાય.) 6 વિજયસિંહસૂરિસિદ્ધ 7 છવદેવસૂરિ–સિદ્ધ. 8 વૃક્રવાદી–વાદી (વૃદ્ધવાદીની સાથે સિદ્ધસેન દિવાકરનો પ્રબંધ પણ છે. સિદ્ધસેનને કવિ અને સિદ્ધ કહી શકાય.) 9 હરિભદ્રસૂરિવાદી, પ્રવચનિક અને નૈમિત્તિક. 10 મહૂવાદી-વાદી. 11 બપ્પભક્ટ્રિ-કવિ. 12 માનતુંગસૂરિ-કવિ અને સિદ્ધ. 13 માનદેવસૂરિ-પ્રવચનિક અને વિદ્યાબલી. 3 . I IIIIIIII P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust