________________ : - - - px ; છેપ્રસ્તાવના. . વર્તમાન જૈન સાહિત્યમાં સેંકડે ચરિત્ર વિદ્યમાન છે; છતાં “પ્રભા વક ચરિત્ર”ની કોટિના ગ્રંથ વિરલ હશે. જો કે પૂર્વે ગ્રન્થની દ્વાસસતિ પ્રબંધ જેવા અનેક ઐતિહાસિક ગ્રંથરને જૈન ઉપયોગિતા. સાહિત્યમાં મજૂદ હતા પણ આજે તે કયાંઈ અસ્તિત્વ ધરાવતા હોય તેમ જણાતું નથી; હા કેટલાક છુટા છવાયા પ્રાચીન પ્રબંધો હજીપણ ભંડારમાં મળી આવે છે, તેમજ કથાવલિ વિગેરેમાં પણ આમાંના કેટલાક બંધ સંગ્રહાયેલા છે; છતાં પ્રસ્તુત ગ્રંથમાં જેટલા પ્રભાવકોના પ્રબંધ સંગ્રહીત થયા છે તેટલા બીજે કયાં જોવામાં આવતા નથી. પ્રબંધ ચિન્તામણિ, ચતુવિંશતિ પ્રબંધ આદિ પ્રબંધ સંગ્રહ ગ્રંથે આજે વિદ્યમાન છે ખરા પણ તેમાં કેવળ પ્રભાવકેનાં જ ચરિત્ર નથી, પણ જૈન તથા જૈનેતર રાજાઓ, મંત્રિઓ અને કવિના પ્રબંધે પણ ત્યાં વર્ણવેલા હાઈ પ્રભાવક જેન આચાર્યોના પ્રબંધ સંખ્યામાં ઘણું જ છેડા જેવાય છે. આવી પરિસ્થિતિ હોવાથી ઉપર્યુક્ત કથન બિલકુલ અતિશક્તિ વિનાનું ગણાશે કે પ્રભાવકચરિત્રની કેટિના ગ્રંથ વિરલ હશે ! આ ગ્રંથનું “પ્રભાવક ચરિત્ર’ એ પ્રસિદ્ધ નામ ગ્રંથકારનું પિતાનું આપેલું છે કે પાછલના લેખકનું ? તે નિશ્ચિત કહી શકાય નામકરણ. તેમ નથી, કેમકે મૂલ ગ્રંથમાં કયાંય પણ આ નામનો ઉલ્લેખ " જેવા નથી; પણ પ્રત્યેક પ્રબંધના અન્તમાં તેમજ ગ્રંથની સમાપ્તિમાં ગ્રંથકાર પિતાની આ કૃતિને “પૂર્વષિ ચરિત્ર રેહણ ગિરિ ... આ નામથી ઓળખાવે છે. હા, ગ્રંથના પ્રારંભ ભાગમાં એક સ્થલે ગ્રંથકાર “કમાવ મુદ્રાનાં વૃત્તાત્તિ” આવો ઉલ્લેખ કરે છે અને આ ઉલ્લેખના જ ફલિતાર્થ રૂપે તેમણે આનું બીજું નામ “પ્રભાવક ચરિત્ર” રાખ્યું હોય તો નવાઈ જેવું નથી. કારણકે આમાં વર્ણવેલાં દરેક આચાર્ય કેઈને કોઈ પ્રકારે પ્રભાવક હતા અને તેમનું ચરિત્ર આમાં વર્ણવેલ હોવાથી આ પ્રચલિત નામ પણ બરાબર બંધબેસતું જ છે. P.P. Ac Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust