________________ 14 સિદ્ધષિ-ધમકથી અને કવિ. 15 વીરગણિ–વિદ્યાબલી. 16 શાંતિસૂરિ–કવિ, વાદી અને પ્રવચનિક. 17 મહેન્દ્રસૂરિ-નૈમિત્તિક. 18 સૂરાચાર્ય-કવિ અને વાદી. 19 અભયદેવસૂરિ–પ્રવચનિક. 20 વીરસૂરિ-વાદી અને વિદ્યાબલી. 21 દેવસૂરિ-વાદી. 22 હેમચન્દ્રસૂરિ-પ્રવચનિક, ધર્મકથી અને કવિ. પ્રસ્તુત ચરિત્રમાં વર્ણવેલ કયા આચાર્ય કયા પ્રકારના પ્રભાવક હતા તે ઉપર આપેલ તાલિકાથી જણાશે. પ્રભાવક ચરિત્ર કંઈ પિરાણિક ચરિત્ર ગ્રંથ નથી, પણ પ્રભાવક પૂજ્ય જૈનાચાર્યોને ઈતિહાસ છે. સંભવ છે કે આમાં કવિ કલ્પગ્રંથનું ઐતિ- નાને રંગ ચઢયે હશે અને કહીં કહીં દન્તકથાઓને પણ હાસિક મહત્વ. સમાવેશ થયે હશે કે જેને ગ્રંથકાર પ્રથમથી જ નીચેના શબ્દમાં એકરાર કરે છે– " बहुश्रुत मुनीशेभ्यः प्राग्ग्रंथेभ्यश्च कानिचित् ___ उपश्रुत्येति वृत्तानि वर्णयिष्ये कियन्त्यपि // 1-15 / " અર્થાત " કેટલાક ચરિત્રે બહુશ્રુત આચાર્યોથી સાંભળી અને કેટલાંક પ્રાચીન ગ્રંથોમાં જઈને અત્રે વર્ણન કરીશ.” આ જ આશય ગ્રંથકારે ગ્રંથની સમાપ્તિમાં પણ પ્રકટ કર્યો છે. આથી આટલું તે સિદ્ધ છે કે પ્રભાવક ચરિત્રમાં જે હકીકત તેના કર્તાએ લખી છે, તે બધી પ્રાચીન ગ્રંથમાં લખેલી જ ન હતી, આમાં લખેલાં કતિષય વૃત્તાંત માત્ર વૃદ્ધ પુરૂષને મુખે સાંભળેલાં હતાં અને ચરિત્રને સરસ તથા સર્વાગીય બનાવવાને ખાતર આમાં ઉમેર્યા હતાં. આવી રીતે વસ્તુસ્થિતિનું સ્પષ્ટીકરણ કરીને ગ્રન્થકારે પોતાની જવાબદારી ઓછી કરી નાખી છે. કાલાન્તરમાં લખેલ ગ્રંથની હકીકત અક્ષરે અક્ષર સાચી જ હોય એ દાવો કરી શકાય નહિ, અને 2 સાંભળેલી હકીકત છે તેથીયે ઓછી વજનદાર ગણાય, આવી સ્થિતિ હોવાથી આ ચરિત્રમાં કયાંઈ કયાંઈ અપ્રમાણિકતા અથવા વિરૂદ્ધતા આવી ગઈ હોય તે તે સ્વાભાવિક છે અને તે ક્ષન્તવ્ય ગણાવી જોઈએ. વીસમી સદીની પરિષ્કૃત દષ્ટિથી જોનારા વિદ્વાનેને ભલે “પ્રભાવક ચરિત્ર P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust