________________ તે ચિત્રપટ્ટને તેની પાસેથી ધનવતીની સખી કમલિનીએ બળપૂર્વક ગ્રહણ કર્યો. તે ચિત્રપટ્ટમાં તેણીએ ચિત્તને આનંદદાયક એક પુરૂષના રૂપને જોયું. તેના રૂપથી તે ઘણું વિસ્મય પામી છતી. તે ચિત્રકારને પૂછયું. “હે ભદ્રપુરૂષ! આ રૂપ કેવું છે. આના જેવું રૂપ તે દેવ-દાનવ અને માનમાં સંભવિત નથી. અથવા પોતાની સુંદરકળા બતાવવા માટે પોતાની બુદ્ધિથી શું તમે આલેખન કર્યું છે! કેમકે ઘણા માણસને ઘડીને થાકેલા વૃદ્ધાવસ્થાથી જર થયેલા વિધાતામાં આવા રૂપવાન માણસને ઘડવાની શક્તિ કયાંથી હોય?” [આ એક કલ્પનાનું વાકય છે ત્યારે ચિત્રકારે હસીને કહ્યું “હે મૃગલોચને ? મેં જેમ જેયું તેમ અહીં દોયું છે. તેમાં ચિત્રકારિતામાં લવલેશ પણ અહીં મારી અતિશયોક્તિ નથી.” તે ખરેખર આ ચિત્રપટ્ટમાં રહેલે મનુષ્ય અચલપુરના સ્વામી વિક્રમધનકુમારને પુત્ર ધનકુમાર છે. મેં તે મારી મન્દ બુદ્ધિથી ચિત્ર દોર્યું છે. પરંતુ જે તેને સાક્ષાત્ જોઈને પછી આ ચિત્રને જુએ તે તે મને વારંવાર નિન્દ ! તારા દ્વારા તે જેવા નથી. તેથી જ તું મારા જેવાના બનાવેલા ચિત્રને જોઈને કુવાના દેડકાની જેમ વિસ્મય પામે છે. તે ભદ્ર! દેવાંગનાઓ પણ તેના રૂપને જોઈને મોહ પામે છે. તે માનવી સ્ત્રીઓની શી વાત કરવી? મેં તો મારી આંખના વિનોદ માટે ચિત્ર આલેખ્યું છે. આ પ્રમાણે સર્વ વ્યતિકર ધનશ્રીએ સાંભળે. ફરી એણે ચિત્ર જોયું ત્યાં તે કામ