________________ બાંણે વડે વિધાય ગઈ. તે ચિત્રની કમલિનીએ અતીવ પ્રશંસા કરી અને આંખના વિનેદ માટે ચિત્રકાર પાસેથી એ ચિત્ર માંગી લીધું. ત્યારપછી કમલિની ઘરે જવા તૈયાર થઈ ત્યારે તેની સાથે ધનવતી પણ પિતાના ઘરે ગઈ. પરંતુ ઘરે જઈને ક્ષણવારમાં તે શૂન્ય હૃદયવાળી થઈ. ત્યારપછી તે જેમ રાજહંસી મરુધર પ્રદેશમાં જઈને દુઃખી થાય તેમ તે ક્યાંય રતિ ન પામી. વધારે શું કહીએ? તે વનમાંથી લાવેલી હસ્તિની જેમ ભૂખ અને તૃષાને પણ જાણતી નથી. રાતના નિંદ્રા પણ લેતી નથી. ધનકુમારના રૂપને જોઈને અને તેની પ્રશંસા કરી કરીને કેઈએ ગળાને હાથ વડે પકડયું હોય તેમ તે ચિંતાને છોડતી નથી. [અર્થાત્ તે સતત ધનના વિચારોમાં જ રહે છે.] ધન કુમારના ધ્યાનમાં એક ચિત્ત થઈને તે જે જે ચેષ્ટા કરે છે, તે જાણે તે પૂર્વ જન્મમાં કરી હોય તેમ તે ક્રિયાપણ યાદ રહેતી નથી. જેમ ગીને પિતાના ઈષ્ટદેવતાનું અને નિર્ધન પુરૂષ ધનનું ધ્યાન કરે તેમ તે ધનવતી ફક્ત એક ધનકુમારનું જ ધ્યાન કરે છે. આ પ્રમાણે તે ધનવતીને જોઈને એક સમયે કમલિનીએ પૂછ્યું, “હે કમલલોચને? તું કઈ પીડાથી પીડાય છે! જેથી આવી દુર્બલ થઈ ગઈ છે !" ત્યારે ધનવતી બોલી, “હે કમલિની? અજાણી વ્યક્તિની જેમ તું મને શું પૂછે છે? શું તું આ દશાના સ્વરૂપને જાણતી નથી ? તું તે મારું બીજુ હૃદય છે. મારું જીવિતવ્ય છે. આ પ્રશ્નથી તે હું લજિજત થઈ છું.” P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust