________________ રાણીએ જન્મ આપે. જેમ પૂર્વ દિશા જગતને હર્ષ કરનાર સૂર્યને જન્મ આપે છે. મોટા મહત્સવ પૂર્વક રાણીએ પુત્રને જન્મત્સવ કરીને “ધન " આ પ્રમાણે નામ આપ્યું. માતા-પિતાના મનોરથની સાથે તે બાળક મેટો થયે, ધાવમાતાઓની જેમ રાજાઓ દ્વારા એકબીજાની ગોદમાં (ખોળામાં) લઈ જવાતે કલ્પવૃક્ષની જેમ મોટો થતે તે આઠ વર્ષનો થયે. તે પછી પંડિતેની પાસે તે રાજકુમારે સર્વ કલાઓને શીખી. અનુક્રમે કામદેવના કીડારૂપી ઉદ્યાન જેવી યૌવનાવસ્થા પામ્યું. આ બાજુ કુસુમપુર નગરમાં સિંહનામે પૃથવીપતિ રહે છે. તે રાજા યુદ્ધમાં યશવાળે અને મહાતેજસ્વી છે. તેને ચંદ્રલેખા જેવી વિમલ સ્વભાવવાળી વિમલા નામની પટ્ટરાણી છે. તેની કુક્ષીથી ઉત્પન્ન ધનવતી નામની કન્યા છે. તે રતિ–પ્રીતિ-રંભાદિ રૂપને જિતનારી સકળ કળાઓને ધારણ કરનારી છે. એક સમયે વસંતઋતુ આવે તે સખીઓના સમુદાયથી પરિવરાયેલી ઉદ્યાનમાં ગઈ. તે ઉદ્યાન અનેક આંબાના વૃક્ષો, ચિરૌજીના વૃક્ષ, ચંપકના વૃક્ષ, અશોકવૃક્ષ વગેરે દેવ અધિષિત વૃાથી સુશોભિત હતું. વળી તે કલહંસ, મર, સારસ યુગલથી સંસેવિત અને ગીતાને ગાતી કેલેથી મનહર અને ઈશુવાટકોથી વ્યાપ્ત હતું. આવા પ્રકારના ઉદ્યાનમાં વિવિધ વિનેદને અવલોકન કરતી. અશોકવૃક્ષની નીચે ચિત્રપટ્ટને જોવામાં વ્યગ્ર એવા એક ચિત્રકારને તેણુએ છે. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust