________________ અહીં સર્વ પ્રથમ શ્રી નેમિનાથ ભગવંતના પૂર્વ ભવેનું વર્ણન કરાય છે. પ્રથમ-દ્વિતીયભવ 1-2 જમ્મુદ્વિપના ભરતક્ષેત્રમાં પૃથ્વીરૂપીરાણીના તિલકસમાન અચલપુર નામનું નગર હતું. ત્યાં વિક્રમધન નામને રાજા સંગ્રામ કરવામાં શૂરવીર હતું. તે રાજાને ઘણી જ પ્રિય ધારિણી નામની રાણી હતી. તે રાણીએ એક સમયે રાત્રિના શેષઠાલમાં ભમરા અને કેયલથી સેવાતું, ઉત્પન્ન થયેલી મંજરીઓના સમૂહથી યુક્ત, આંબાનું વૃક્ષ સ્વપ્નમાં જોયું. અને તે વૃક્ષને હાથમાં લઈને કેઈ પણ એક સ્વરૂપવાન પુરૂષે આ પ્રમાણે કહ્યું “આ આમ્રવૃક્ષ આજ તારા આંગણામાં આપું છું. કેટલાક કાળ ગયા પછી આ વૃક્ષ નવ વાર ઉત્કૃષ્ટ–ઉત્કૃષ્ટ ફળ આપનાર અન્ય અન્ય સ્થાને આપવામાં આવશે. " આ પ્રમાણે સ્વપ્ન જોઈને તેણીએ પિતાના પતિને કહ્યું. તે સ્વપ્નના ફળને રાજાએ સ્વપ્ન પાઠકોને લાવીને પૂછ્યું, તેઓએ તેનું ફળ કહ્યું “તમને સુન્દર પુત્ર રત્નની પ્રાપ્તિ થશે. વળી અન્ય અન્ય સ્થાનકે નવ વાર ઉત્કૃષ્ટ–ઉત્કૃષ્ટ ફળ આપનાર થશે. પરંતુ તે અમે જાણતા નથી. એ તે કેવળજ્ઞાની જ જાણે છે. તે વચનને સાંભળીને હર્ષ પામેલી રાણીએ જેમ પૃથ્વી નિધાનને ધારણ કરે તેમ વિશેષ કરીને ગર્ભને ધારણ કર્યો. સારી રીતે ગર્ભની પ્રતિપાલના કરી હવે ગર્ભને સમયપૂર્ણ થયે છતે પવિત્ર રૂપ સંપન્ન એક પુત્રરત્નને