________________ મારા સદ્દગુરૂ જે પ્રવચનરૂપી કમલેને વિકસાવવામાં સૂર્ય સમાન છે. તે થાકાળ સુધી જય પામે. જે ગુરૂના મુખરૂપી કમળના અગ્રભાગ ઉપર અર્થાત્ જિહૂવાના અગ્રભાગ ઉપર સ્વેચ્છાથી બુદ્ધિ અને સરસ્વતી ઉન્નત્તિને પ્રાપ્ત કરે છે. આ અવસર્પિણિના પ્રથમ ગણધર શ્રી પુંડરિક સ્વામીથી લઈને પૃથ્વીમાતાના પુત્ર શ્રી ગૌતમ આદિ અગ્યાર ગણધર સુધીના સવે ગણાધીશ ભગવંત જે કેવલજ્ઞાનથી સૂર્યસમાન પ્રકાશમાન સંપૂર્ણ સંસારને પવિત્ર કરે છે. સ્વર્ગના નિર્મળ કુંડળને ધારણ કરનારી હિરણ્યગર્ભા, એવી ભુવનેશ્વરી શ્રેષ્ઠ કવિઓની ઈરછાઓને પૂર્ણ કરવામાં તત્પર એવી સરસ્વતી સ્પષ્ટ રૂપમાં સુખને સંચય કરનારી હોય છે. હું એ સર્વેના ચરણ રૂપકમળનું યુગલ પરમભક્તિથી સેવાતા પ્રસન્નતાને આપનારી છે. વળી પુનઃ પુનઃ મનને સુખ આપનારી શ્રી સરસ્વતીને પ્રણામ કરી ને શ્રી નેમિનાથ તીર્થકર-બલદેવ-રામ, વાસુદેવ કૃષ્ણ અને પ્રતિવાસુદેવ જરાસંઘ જેવા રાજાઓને પણ સ્વામી છે. તેમના ચરિત્રોને કિલષ્ટ પદ્ય ભાષામાં નહીં પણ ગદ્ય બધમાં સરળ ભાષામાં લખું છું ! " રાજાધિરાજ શ્રી કુમારપાળ ભૂપાળ પ્રતિબોધક કલિકાલ સર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્ય રચિત શ્રી નેમિનાથ ચરિતાનુસારણ આ ગદ્યમય સંબંધ રચના કરાય છે પણ પિતાની મતિ કલ્પનાથી કરાતી નથી. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust