SearchBrowseAboutContactDonate
Page Preview
Page 20
Loading...
Download File
Download File
Page Text
________________ હિંદુધર્મમાં નળ-દમયંતીની કથાનું જૂનામાં જૂનું સ્વરૂપને મહાભારતના વલોપાખ્યાનને ગાગી શકાય. એથી પાગ પૂર્વે બ્રાહ્માગો, ઉપનિષદો, સંહિતાઓ વગેરેમાં નળના જીવન વિશે ઉલ્લેખો મળે છે. પરંતુ એના જીવનની કથા નિરૂપવાનો વ્યવસ્થિત પ્રમાણભૂત અને વિગતપૂર્ણ પ્રયાસ મહાભારતના ‘નલોપાખ્યાન'માં સૌપ્રથમ જોવા મળે છે. મહાભારતના અરણ્ય પર્વ (વન પર્વ) માં અધ્યાય પર થી 69 સુધીમાં એક ઉપાખ્યાન તરીકે જોવા મળે છે, બૃહદશ્વ ષિને મુખે યુધિષ્ઠિર રાજને કહેવાયેલી આ કથાનો ઉદ્દેશ ટુ-વે ટુવાધિકા પથાએ ન્યાય પ્રમાણે, નળ જેવા ચક્રવતી રાજ અને પુણ્યશ્લોક પુરુષને માથે અને દમયંતી જેવી સતી સ્ત્રીને માથે આવી પડેલું અસહ્ય દુ:ખ બતાવી, યુધિષ્ઠિર રાજાનું દુ:ખ હળવું કરવાનો છે. - નળ-દમયંતીની કથાનું બીજું એક જૂનું સ્વરૂપ તે ગુણાઢ્યની બૃહત્કથા' માં આવતી નળકથા છે. બૃહત્કથા નષ્ટ થયેલી હોવાથી તેની નવલકથાનો સંપૂર્ણ ખ્યાલ આપણને આવી શકતો નથી. પરંતુ પૈશાચી ભાષામાં લખાયેલા એ ગ્રંથ પરથી સંસ્કૃતમાં તેના સારરૂપ ગ્રંથો - સેમેત બૃહત્કથા મંજરી', સોમદેવભટ્ટ રચિત 'કથાસરિત્સાગર' અને નેપાળમાં આવી છે. ગુણાઢ્યની એક લાખ જેટલા શ્લોકમાં લખાયેલી કહેવાતી બૃહત્કથાનો શ્રેમેક્રે લગભગ આઠ હજાર શ્લોકમાં સંક્ષિપ્ત અનુવાદ કર્યો છે, ત્યારે સોમદેવે લગભગ ચોવીસ હજાર શ્રલોકમાં અનુવાદ કર્યો છે. 'કથાસરિત્સાગર' માં લગભગ બસો શ્લોકમાં નલકથા આપવામાં આવી છે. એ પરથી ગુણાઢ્યની મૂળનલકથાનું કદ કેટલું હશે એની કલ્પના કરી શકાય છે. એટલે ગુણાઢ્યની ‘બૃહત્કથા'માં આવતી ખલકથાનું કદ મહાભારતની નલકથા જેટલું જ હશે એમ માની શકાય. મહાભારતની નવલકથાના ઉદ્દેશ કરતાં બૃહત્કથાની નલકથાનો ઉદ્દેશ થોડો જુદો છે. તેમાં કથા કહેનાર તથા સાંભળનાર પાત્રો પણ જુદા છે. તદુપરાંત, કશાહી સંકલના અને કેટલીક નાની નાની વિગતોમાં પણ મહાભારતની નલકથા અને બૃહત્કથા વચ્ચે થોડોક તફાવત છે. મહાભારત અને બૃહત્કથાના સમય પછી સંસ્કૃત, પ્રાત, અપભ્રંશ અને ગુજરાતી ભાષામાં સંખ્યાબંધ કવિ-લેખકોએ નલકથાને પોતાનો કવનવિષય કે લેખન વિષય બનાવ્યો છે. મહાભારતના સમયથી તે અત્યાર સુધીમાં નલકથા વિશે નાની મોટી કોઈક કૃતિની 呢呢呢呢呢呢呢呢呢呢呢呢呢呢% Jun Gun Aaradhak Trust
SR No.036462
Book TitleNal Damayanti Charitrayam
Original Sutra AuthorN/A
AuthorJayshekharsuri, Sarvodaysagar
PublisherCharitraratna Foundation Charitable Trust
Publication Year
Total Pages915
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari
File Size93 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy