SearchBrowseAboutContactDonate
Page Preview
Page 19
Loading...
Download File
Download File
Page Text
________________ (Deleggarwહી દીધUN શીખરોચ્ચારવશિશિશિર્ત જાગાણાથી શશિ થN 2006 જીપીની ટિકી શકીએ છી થાળકથાવિશે ઉપલબ્ધ માલ્ય પ્રજાજીવનને ઘડનારાં તત્વોમાં સાહિત્યનું મૂલ્ય ઘણું મોટું છે. સાહિત્યમાં પણ કથાનો પ્રભાવ લોકજીવન ઉપર સવિશેષ હોય છે, કારણકે કથામાં વિવિધ તત્વોનું સંયોજન થયું હોય છે અને તેનો વ્યાપ વાગો મોટો હોય છે. આબાલવૃદ્ધ સૌને તે પ્રિય હોય છે. સાધારણ મનોરંજનથી ગહનતમ જીવનદર્શન અને ઉચ્ચતમ તત્ત્વચિંતન સુધીની ભૂમિકાએ વાચકને તે લઈ જઈ શકે છે. એના કેવળ આસ્વાદ માટે બહુ મોટા અધિકારની અપેક્ષા રહેતી નથી. પરંતુ સાધારણ વાચકને જેમાં માત્ર રસિક ઘટના જ સમજાય છે તેમાંથી તત્ત્વચિંતકો સૂક્ષ્મતમ અર્થબોધ તારવી શકે છે. કથાની ખૂબી એ છે કે કેટલી જટિલ વાત એના વડે તરત સ્પષ્ટ થઈ જાય છે. કેટલીક દલીલના સમર્થનમાં કથા અગત્યનો ભાગ ભજવે છે. જીવનપરિવર્તનનું તે એક બળ બની રહે છે. માટે જ બધા ધમોએ અને ધર્માચાર્યોએ કથાનો આશ્રય લીધો છે. સંસારનું સ્વરૂપ એવું છે કે જીવનમાં ઘટનાઓ તો સતત બન્યા જ કરવાની. પરિણામે, જગતમાં લાખો કથાઓ પ્રચલિત હોવા છતાં પ્રતિદિન નવી નવી કથાઓ ઉમેરાતી જાય છે. કેટલીક કથાઓ જગવ્યાપી બને છે અને યુગો સુધી નવી નવી પ્રજાઓને આકર્ષતી રહે છે, તો કેટલીક કથાઓ એક દેશ કે એક સમયની પ્રજા પૂરતી જ મર્યાદિત રહે છે. નળ-દમયંતીની કથા એવી સનાતન કથાઓમાંની એક છે. દુનિયાની ઘાણી ભાષાઓ દ્વારા પાણી પ્રજાઓ સુધી એ કથા પહોંચી છે. સમયે સમયે કવિઓ અને લેખકો એનાથી પ્રભાવિત થયા છે અને એણે પોતાની રીતે પોતાની વાણીમાં અભિવ્યક્ત કરવાનો તેઓએ પ્રયાસ કર્યો છે. સંસ્કૃત, પ્રાકૃત, અપભ્રંશ અને જૂની તેમ જ અર્વાચીન ગુજરાતી ભાષામાં, સંસ્કૃતમાંથી ઉદ્ભવેલી ઘાણીખરી અર્વાચીન : ભગિની ભાષાઓમાં, તમિળ, તેલગુ વગેરે દ્રવિડ ભાષાઓમાં અને ફારસી, અંગ્રેજી, જર્મન, રશિયન ઇત્યાદિ અન્ય ભાષામાં નળકે દમયંતીની કથા વિશે આપણને સંખ્યાબંધ કૃતિઓ મળે છે. P.P. Ac. Gunratnasuri MS Jun Gun Aaradhak Trust
SR No.036462
Book TitleNal Damayanti Charitrayam
Original Sutra AuthorN/A
AuthorJayshekharsuri, Sarvodaysagar
PublisherCharitraratna Foundation Charitable Trust
Publication Year
Total Pages915
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari
File Size93 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy