________________ OST (ગથરોહરયિતિ કીનાકારની પરિકMBરી SENSE રચના ન થઈ હોય એવો ભાગ્યે જ કોઈ યુગ પસાર થયો હશે. પોતપોતાની પ્રતિભા પ્રમાણે કોઈ કે નાટક લખ્યું તો કોઈ કે રાસ કે આખ્યાનની રચના કરી, ક્યાંક બાલાવબોધ, ટીકા કે દષ્ટાંત તરીકે એનો ઉપયોગ થયો, તો ક્યાંક વિવાહલુના પ્રકારની રચના થઈ. અર્વાચીન સમયમાં રંગભૂમિ ઉપર એનું નાટક ભજવાયું અને એની કથા પરથી ચલચિત્રો ઉતારવાના પ્રયાસો પણ થયા છે. સંસ્કૃત ભાષામાં, મહાભારતના સમય પછી, નળ-દમયંતીની કથા વિશે કાવ્ય, નાટક, ચંપૂ ઈત્યાદિ પ્રકારની સંખ્યાબંધ કૃતિઓ લખાયેલી છે. એમાં કાવ્યપ્રકારની કૃતિઓમાં લઘુકાવ્યો, ખંડકાવ્યો, મહાકાવ્યો, સ્તોત્રકા, દ્વિ-ત્રિ-ચતુરથ કાવ્યો વગેરેના પ્રકારની રચના થયેલી છે. એમાંની કેટલીક જ કૃતિઓ પ્રગટ થયેલી છે અને બાકીની ઘણીખરી કૃતિઓ હજ હસ્તપ્રતોમાં દટાયેલી અપ્રસિદ્ધ જ રહેલી છે. અત્યાર સુધીમાં મળતી માહિતી પ્રમાણે એવી પ્રગટ-અપ્રગટ કાવ્યકૃતિઓ નીચે પ્રમાણે છે: (1) અબોધાકર (કવિ ઘનશ્યામકૃત), (2) દમયંતી કથા (ચક્કવિકૃત), (3) દમયંતી પરિગય કાવ્ય (કોઈ અજ્ઞાન કવિકૃત), (4) દમયંતી પરિગય કાવ્ય (બીજા કોઈ અજ્ઞાન કવિકૃત), (5) દમયંતી પરિણય કાવ્ય (મૃત્યુંજય સ્વામીકૃત), 6) કલિ-વિડંબનમ્ (નારાયાણ શાસ્ત્રીકૃત), (7) કલ્યાણનૈષધ (કોઈ અજ્ઞાત કવિકૃત), (8) નૈષધીયચરિત (શ્રીહર્ષ કવિકૃત), (9) નલાભુદય કાવ્ય (વામનભટ્ટ બાગકૃત અથવા અભિનવભટ્ટ બાણા ), (10) નલચરિત કાવ્ય (કોઈ અશાન કવિકત), (11) નલકથાર્ણવ (કોઇ અજ્ઞાત કવિકૃત), (12) નલકીતિકૌમુદી (કવિ અગત્યકૃત), (13) નાસ્તોત્રમ્ (કોઈ અશાંત કવિકૃત), (14) નલવાર્ણનમ કવિ લક્ષ્મીધરકૃત), (15) નલાયન અથવા કુબેરપુરાણ (કવિ માણિજ્યદેવસૂરિકૃત), (16) નલાયનીચરિત (નારાયાણ ભટ્ટપાદ અથવા ભટ્ટથિરિકૃત, (17) નલોદય કાવ્ય (રવિદેવ અથવા વસુદેવ અથવા કાલિદાસકૃત), (18) પ્રતિનૈષધ (વિઘાધર અને લક્ષ્માગત) 19) પ્રતિનૈષધ (નંદનદનકૃત), (20) સહૃદયાનંદ (કવિ બગાનંદકુત), (21) ઉત્તરનૈષધ (વંદારુભટ્ટ અથવા અરભતિરિકૃત), (22) રાઘવનૈષધ (હરદત્તસૂરિકૃત), (23) નલ-રામાયણ (રાજશેખરકૃત), (24) નલ-હરિશ્ચન્દ્રીયમ (કોઈ અજ્ઞાત કવિકૃત), (25) નલયાદવપાંડવરાઘવીયમ (કોઈ અજ્ઞાત કવિકૃત) અને (26) નૈષધપારિજાત (કબગદીક્ષિત અથવા અયાદીક્ષિતકૃત) Jun Gun Aaradhak Trust P.P.A. Gunratnasur M.S.