________________ ( 8 ) શ્રી મુનિપતિ ચરિત્ર. પણ ધર્મ ગ્રહણ કરો એ દુર્લભ છે. વળી શું, સણ રાખવી અને સંયમ પાળવું એમ ઉત્તરોત્તર સર્વ વસ્તુઓ દુર્લભ છે. તે કારણ માટે હે ભવ્યજ ! ઉપર કહેલાં બાર અંગ પામીને ધર્મને વિશે ઉદ્યમ કરે. વળી તે ધર્મ કે છે ? તે કહે છે. છે જેમ કે રેગી માણસ હોય તેને ઔષધ કરવાથી રોગ નાશ પામે છે, તેમ જવના પણ કર્મરૂપરોગ ધર્મરૂ૫ ઔષધ કરવાથી નાશ પામે છે. એ કારણ માટે સર્વ મંગળનું મૂળ, સવ દુઃખને વિષે ઔષધિનું મૂળ, સર્વ સુખનું મૂળ અને ત્રાણ શરણ એવો ધર્મ છે. વળી સુખને દાતાર, કલ્યાણનો કરનાર, તથા જન્મ, જરા, મરણ, ભય, શોક અને રોગ વિગેરેનો નાશ કરનાર છે. વળી તે ધર્મ દાન, શીલ, તપ, અને ભાવનાથે કરીને ચાર પ્રકારનો છે, કહ્યું છે કે - દાન કરીને લક્ષ્મિ પ્રાપ્ત થાય છે, શીલથી સુખસંપત્તિ મળે છે, તપથી કર્મનો ક્ષય થાય છે, અને ભાવના ભવ (સંસા૨) નો નાશ કરે છે. ' અર્થાત જેમ શાલિભદ્ર સુપાત્રને દાન આ પવાથી શ્રેષ્ઠ ફળ પાયે, તેમ મનુષ્ય પણ સત્પાત્રને દાન આપવાથી લક્રિમ, ધન, ધાન્ય, P.P. Ac. Gunratnasuri M.S.