________________ શ્રી મુનિપતિ ચરિત્ર. (7) વીને રાજાનેવધામણી આપી. તે સાંભળીને પ્રસન્ન થયેલા રાજાયે તેને વસ્ત્ર, આભૂષણ, પાત્ર અને મણિ, માણેક વિગેરે આપીને સંતોષ પમાડો. પછી તે મુનિપતિ રાજા હસ્તિ, અશ્વ, રથ અને પાયદલરૂપ ચતુરંગિણી સેના સહિત તે ધર્મઘોષસરીને વંદન કરવા ગયો ત્યાં અશેકવનમાં ગુરૂને દેખી દદયમાં અત્યંત હર્ષ પામતે તે રાજા પાંચ અભિગમન સાચવી ત્રણ પ્રદક્ષિણ કરી નમસ્કાર કરીને ગ્યસ્થાનકે ધર્મદેશના સાંભળવા બેડે. ગરૂપે તેને યોગ્ય જીવ જાણીને અમત જેવી વાણીથી ધર્મદેશના દીધી કે –“જીવને ચુલ્લકાદિ દશ દ્રષ્ટાંત કરીને મનુબ્દનો ભવ પામવો દુર્લભ છે, તેમાં પણ મનુષ્યનો જન્મ, ઉત્તમ ક્ષેત્ર, ઉત્તમ જાતિ, ઉત્તમ કૂળ, સારૂં રૂપ, શરીર નિરોગીપણું, લાંબુ આયુષ્ય, સારી બુદ્ધિ અને ધર્મશ્રવણ, વિગેરે બાર અંગ પામવાં ઘણાંજ દુર્લભ છે. તેમાં પણ આર્યક્ષેત્ર, તેથી ઉત્તમ જાતિ, અને તેમાં પણ ઉત્તમ કૂળ પામવું એ દુર્લભ છે. વળી તેમાં રૂપ, આરોગ્ય અને પૂર્ણ આયુષ્ય પામવું તે દુર્લભ છે. તેમાં ચાર પ્રકારની બુદ્ધિ અને તેથી જિનેશ્વરભાષિત સુત્રસિદ્ધાંતનું શ્રવણ, તેમાં