________________ (6) શ્રી મુનિપતિ ચરિત્ર. (ઘળે વાળ) આવેલો જોઈને તેને કહ્યું - હે રાજન! તમારા ભૂવનમાં દૂત આવ્યો છે.” રાણીનું એવું વચન સાંભળીને રાજાએ કહ્યું - " અરે ! તે કયાં છે? મને દેખાડ કે જે મહારી આજ્ઞાવિના અહિં અંતઃપુરમાં આવ્યો છે ?" રાણીએ કહ્યું -" નાથ ! જે દૂત આવ્યા છે - તે બીજી જાતનો બાહ્ય ( પ્રસિદ્ધ ) દૂત આવ્યો છે. વળી તે તમારા શરીરરૂપ ભવનમાં જરા (ઘડપણ) નામના પ્રસિદ્ધ રાજાયે અકો છો તમને જણાવવા માટેજ આવ્યો છે. પછી મુનિપતિ રાજા પિતાના શ્વેત વાળને જોઈને મનમાં વિચાર કરવા લાગ્યું કે -" અહો ! ધિક્કાર છે મને ! કે જે મહા૨ા પિતા અને પિતામહ (દાદા) વિગેરે પુરૂષયે જરાવસ્થા આવ્યા પહેલાંજ સંસારનો ત્યાગ કરી દિક્ષા ગ્રહણ કરીને પિતાનું શુભકાર્ય કર્યું છે, અને હું તો મખું છું; કારણ કે, વૃદ્ધ થયા છતાં પણ સંસારને સકતો નથી, માટે હવે જે કોઈ જ્ઞાની ગુરૂ મળે તે પુત્રને રાજ્ય સાંપી સંયમ ગ્રહણ કરું.” એવો વિચાર કરતો હતો તે રાજા રાજસભામાં આવ્યો. એવા સમયમાં અશેકવનને વિષે શ્રી ધિર્મષસૂરી સમવસર્યા એટલે વનપાળકે આ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust