________________ –શ્રીરતું- . . . * આ ગ્રંથની વિશિષ્ટતા વિવિધ રસથાળથી ભરપૂર આ પ્રતને સરળ ગુજરાતી ભાષામાં મૂકવા માટે વિદ્વન્માન્ય પરમારાથ્યપાદ પરમપૂજ્ય આચાર્ય શ્રીમત્ કૈલાસસાગર સૂરિશ્વરજી મહારાજ સાહેબના સં. 2042. પાલી (રાજસ્થાન)ના ચાતુર્માસ વખતે તેઓશ્રીના શિષ્ય પરમ પૂજ્ય સંયમસાગરજી (સંયમના સમુદ્ર) મહારાજ સાહેબે સંયમની સાધના માટે જાણે અંતરમાંથી અપૂર્વ પ્રેરણા જ ન પ્રાપ્ત કરી હોય તેમ આ પ્રતને સહુ રસપૂર્વક વાંચી શકે અને વ્યાખ્યાનમાં પણ ઉપયોગમાં લઈ શકે એ દષ્ટિ સામે રાખી આ સુંદર ચરિત્રનો ગુજરાતી અનુવાદ તૈયાર કરી પુસ્તક રૂપે છાપવાની * પ્રેરણું આપી આબાલગોપાલમાં ઘણે ઉપકાર કર્યો છે. આ પુસ્તકમાં આવેલા રસને આનંદ તેને વાંચવાથી જ મળી શકે જેથી સુજ્ઞજનેને ખાસ વાંચવા વિનંતિ. લિ. , પંડીતશ્રી લહેરચંદ કેસરીચંદ સંઘવી . . . અમદાવાદ, ઠે. ઢાલગરવાડ, જેનચાલી : છબીલદાસ કેશરીચંદ સંઘવી (શેઠશ્રી કેશવલાલ બુલાખીદાસ સંચાલિત શ્રી ભઠ્ઠીબાઈ સ્યાદ્વાદ સંસ્કૃત પ્રાકૃત પાઠશાળાના પ્રાધાનાધ્યાપક) દાદાસાહેબની પળ–ખંભાત P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust