________________ 17 શ્રી મુનિપતિ ચરિત્રમ પુત્રો થયા. અને તે પુત્રો ઉપર હું એકની એક પુત્રી થઈ. મારું ભદ્રિકા એવું નામ પાડયું. હવે એક વખત મારા પિતાએ પોતાના સ્વજને પાસે કહ્યું આ મારી પુત્રી મને મારા પ્રાણથી પણ પ્રિય છે, તેથી તેને કોઈએ પણ અચંકાર (તિરસ્કાર) ન કરે ત્યારથી માંડીને મારૂં અચકારભટ્ટા નામ પ્રસિદ્ધ થયું. આમ સ્વજનથી લાલન-પાલન કરાતી હું આઠ વરસની થઈ કલાચાર્ય પાસે હું કલાઓને શીખી, ત્યાર પછી કલાચાર્ય પાસે નવ તત્ત્વ વિગેરે અધ્યયન કરીને મેં સમ્યકત્વ. મૂલ બાર વ્રત ગ્રહણ કર્યો. અનુક્રમે યૌવન પામવા છતાં પણ મારૂં મન પાણિગ્રહણ કરવા (પરણવા) ઈછતું નથી એક વખત મારા પિતાએ પાણિગ્રહણ માટે મને પૂછયું ત્યારે મેં કહ્યું કે હે પિતા હું તે જ પુરૂષ સાથે પાણિગ્રહણ કરીશ કે જે મારા વચનને સ્વીકાર જ કરનારે હોય—મારૂં કહ્યું જ કરનારો હોય નહીં તે હું ધર્મ જ કરતી રહીશ ત્યારે મારા પિતાએ કહ્યું કે હે પુત્રી તું વિવાહ કરવાનું સ્વીકાર કારણ કે કહ્યું છે કે - સ્ત્રીઓને પહેલે આધાર પિતાનો પ્રિય (પતિ) બીજો આધાર પુત્ર, ત્રીજે આધાર ભાઈ આ સિવાય બીજે કઈ સ્ત્રીઓને પૃથ્વી ઉપર આધાર નથી.” પિતાએ આ પ્રમાણે કહેવા છતાં પણ મેં મારો પિતાને અભિગ્રહ છેડયે નહીં. - P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust