________________ શ્રી મુનિપતિ ચરિત્રમ 15 . . . અઍકારિભઠ્ઠાએ તે વખતે સાધુને આપવા માટે દાસી પાસે તે તેલને કુંભ ઘરમાંથી લવડાવ્યું પણ તે દેવે પિતાની શક્તિથી વચમાં જ તે કુંભ દાસીના હાથમાંથી પાડી નાખે; તેથી, તે બધું તેલ ભૂમિ ઉપર પડી નાશ પામ્યું. ત્યારે તેણીએ દારસી પાસે તેલનો બીજે કુંભ લેવ-ડાવ્યો તે પણ તે દેવે પાડી નાખે. એમ ત્રણ વાર થઈ મહામૂલા ત્રણેય લક્ષપાક તેલના કુંભે દેવે પાડી દીધા તો પણ અચંકારિભટ્ટાએ પોતાની દાસી ઉપર કોપ ન કર્યો ત્યારે મુનિઓએ કહ્યું: “હે શ્રાવિકા ! સાધુને ન ખપે એવું હોઈ હવે અમે તેલ નહીં લઈએ. અમારા નિમિત્તે તારૂ ઘણું તેલ નાશ પામ્યું, તે પણ હે મહાભાગ ! તે કોઈના પેટ ઉપર કેપન કર્યો, અચંકારિભટ્ટાએ કહ્યું : હે મહાનુભાવો મારે ઘેર ઘણુંય તેલ છે તો તમારે તે સુખે ગ્રહણ કરી શકાય તેવું છે. મારે આજ દિવસ સફલ થયો કે જેથી આજે હું સુપાત્રદાન આપી શકીશઃ કહ્યું પણ છે કે - " સુપાત્રદાનથી ધનાઢય થાય છે. ધનના સારા ઉપચોગથી પુણ્ય મેળવે છે, પુણ્ય પ્રભાવથી સ્વર્ગ મેળવે છે અને સ્વર્ગમાં ઘણાં સુખ પ્રાપ્ત થાય છે " : ; વળી દાન પાંચ પ્રકારના છે– (1) અભયદાન (2) સુપાત્રદાન (3) અનુકંપાદાન (4) ઉચિતદાન (5) કીર્તિદાન આમાંનાં પહેલાં બે દાનથી મોક્ષ અને પછીનાં ત્રણ દાનથી P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust