________________ * 140 શ્રી મુનિપતિ ચરિત્રમ છે આમ વિચારી રાજાએ તે નિષાદ–ભલ્લને મજબૂત - બંધનથી બાંધી, લાકડીના અને મુષ્ટિના પ્રહારોથી મારતાં મારતાં રાજા જ્યાં ફાંસીને માંચડે લઈ જતા હતા, તેટલામાં જ તે વાઘે આવી રાજાને કહ્યું - “હે રાજન ! આ દુષ્ટને તો મારોય સારે નથી. કારણ કે આને નાશ કરતા તમને પણ તેને લાગેલા પાપ લાગશે. કારણ કે પાપી પ્રાણીઓ પોતાની મેળે જ પોતાના કર્મના દોષથી “મરણ પામે જ છે.” ત્યારે આશ્ચર્ય પામેલા રાજાએ તે વાઘને કહ્યું : “હે વાઘ ! તિર્યંચ નિમાં ઉત્પન્ન થવા છતાં તું મનુષ્યની ભાષામાં કેવી રીતે બોલી શકે છે? અને “તારામાં આવો વિવેક અને ચતુરાઈ કયાંથી પ્રાપ્ત થયાં?” ત્યારે વાઘે કહ્યું : " હે રાજન! આ વનમાં વિશિષ્ટ પ્રકારના જ્ઞાની, આચાર્ય ભગવંત છે, તેમની પાસે જઈને તમે પ્રશ્ન પૂછો ! જેથી તે તમને બધી વાત વિગતથી કહેશે.” એમ કહી તે વાઘ ચાલ્યા ગયે. હવે તે રાજાએ તે ભેદ્યને પોતાના દેશમાંથી કાઢી મૂકો. ત્યાર પછી રાજાએ આચાર્ય ભગવંત પાસે જઈને ભક્તિપૂર્વક વંદન કરીને, તેમની નજીકમાં બેસીને અંજલિ જોડીને પૂછ્યું: " હે ભગવંત! નિર્મલ જ્ઞાનરૂપી નેમથી આપ તે બધું જ જાણે છે, તેથી મારા ઉપર કૃપા કરીને કહો કે–તે વાનરી મરીને ક્યાં ગઈ?” આચાર્ય ભગવંતે કહ્યું : “હે રાજન્ ! તે વાનરી શુભધ્યાનના કારણે મરીને દેવ લેકમાં ઉત્પન થઈ. એમ સંભળી રાજાએ ફરી P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust