________________ કપરા અને–સદ્દગુણ પ્રાપ્ત કરવામાં અતિ મેંઘા બનેલા આ કામમાં આધ્યાત્મિક અમૃતરસનું પવિત્ર ઝરણું જ દેટ મૂકતા જગતને થોભાવી શકે તેમ છે. શાંતિ આપી શકે તેમ છે. પ્રેરણાનું અમૃત પાઈ શકે તેમ છે. આવું અમૃતપાન કરાવવા માટે પરમપૂજ્ય મુનિરાજશ્રી ક્ષેમસાગરજી મહારાજ સાહેબે અર્થ ઘટન પૂર્વ કનાં નામો કલપી– " શ્રી મેહજિત્ ચરિત્રની” રચના કરી છે. મેહજિતુ રાજા વાસ્તવિક રીતે મેહને જીતનાર તરીકે ઓળખાવ્યા છે. જ કોઈ એક પ્રસંગે ઈદ્ર મહારાજે ઈદ્ર સભામાં કહ્યું કે મેહજિત્ રાજાએ અને તેના પરિવારે ખરેખર સાચા અર્થમાં મેહને જીતેલે છે તેને કોઈ તેમાંથી ચલિત કરી શકે તેમ નથી. આ રીતે ઈદ્રસભામાં મેહજિત્ રાજાના વખાણ સાંભળીને એક મિથ્યાત્વી દેવને વિશ્વાસ ન આવવાથી તેને ચલિત કરવા માટે આવે છે પણ રાજા તેમજ તેમનું આખુંય કુટુંબ કઈ રીતે ચલિત થતું નથી તેનું ખરેખર સુંદર ભાષામાં વર્ણન કર્યું છે. ગ્રંથકર્તા અને રચના સમય આ ચરિત્રના કર્તા ખરતરગચ્છીય આચાર્ય શ્રીમદ્ મૈલોક્ય સાગરજી મ.ના સામ્રાજ્યમાં રહેલા શ્રી સુખસાગરજી મહારાજના શિષ્ય પૂર્ણ સાગરજીના શિષ્ય ક્ષે મસા P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust