________________ શ્રી મુનિપતિ ચરિત્રમ તેના મિત્ર તરીકે તેને મળે તે પણ તેના જેવું જ દુર્ગુણોથી ભરેલ હતો. આ આ બંને પુત્રોથી પરાભવ થશે એવા ભયથી કોઈ સાધુ ભગવંત તે નગરીમાં આવતા જ ન હતા. રાજા વિગેરે પરિવારથી અનેકવાર રોકવા છતાં તે બંને પુત્રો પિતાના. દુરાચારમાંથી અટકતા જ ન હતા. કદાચ કઈ આ વાતથી અજાણ્યા સાધુ ભગવંત આવી ચઢે અને તેમની દષ્ટિમાં આવી જાય તો તે બંને પુત્રો તે સાધુ ભગવંતને ખૂબ. દુઃખી દુઃખી કરી દેતા. આ વાત બધે ઠેકાણે ફેલાઈ ગઈ, તેથી તીર્થયાત્રા કરવા માટે કોઈ સાધુ તે નગરીમાં આવતા. જ નથી, તે વાત સાંભળીને એક વખત સાગરચંદ્ર મુનિએ. પિતાના ગુરુને વિનંતી કરી : “હે ગુરુભગવનજે આપની આજ્ઞા હોય તો હું સાકેતપુર જાઉં અને ત્યાં જઈ તે બંને. રાજપુત્ર અને મંત્રીપુત્રને પ્રતિબંધ પમાડું " * ગુરુએ આજ્ઞા આપતાં તે સાગરચંદ્ર મુનિ અનુક્રમે વિહાર કરતા કરતા સાકેતપુરમાં આવ્યા. આહાર ગ્રહણ કરવા માટે તે રાજમંદિરે ગયા. રાણી વિગેરેએ બહુમાન આપવાપૂર્વક તેમને પડિલાભ્યા-સત્કાર કર્યો. - હવે એટલામાં ગોખમાં ઊભા રહેલા તે રાજપુત્ર મંત્રી. પુત્ર બંનેએ બેલાવતાં તે સાગરચંદ્રમુનિ રાજાના સેવકેએ. તેમને તેમની પાસે જતાં રોકવા છતાં તે મુનિ તે તે બંનેની. પાસે ઉપરની ભૂમિ–અગાશીમાં ગયા ત્યારે તે બંને પુત્રોએ મુનિભગવંતને કહ્યું કે હે મુનિ ! તમને નાચ કરતાં આવડે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust